ટીવીની આ અભિનેત્રીએ કર્યો સાયક્લોન “તાઉ તે”માં ડાંસ, લોકોએ કરી દીધી ટ્રોલ, જુઓ હોટ ફોટોશૂટ

“દીયા ઔર બાતી હમ” ફેમ દીપિકા સિંહે તૂટેલા ઝાડ વચ્ચે હોટ ધમાકેદાર ફોટોશૂટ, ફેન્સ બોલ્યા આપદામાં અવસર

“દીયા ઔર બાતી” ફેમ અભિનેત્રી દીપિકા સિંહ આ દિવસોમાં ભલે ટીવી દુનિયાથી ગાયબ છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દીપિકા તેની લાઇફ સાથે જોડાયેલી પળ પળની ખબર ચાહકો સાથે શેર કરે છે. પરંતુ હાલમાં દીપિકાએ કંઇક એવું કર્યુ છે જેને જોઇને તમે હેરાન રહી જશો. (Image Credit/Instagram-deepikasingh150)

હાલમાં જ દીપિકાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વરસાદમાં પલળતા એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં તે ડાંસ કરતી પણ જોવા મળી રહી છે. આ વીડિયો ચાહકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે અને કમેન્ટોનો વરસાદ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, અભિનેત્રી એક બાળકની માાતા છે અને તેનું ટ્રાંસફોર્મેશન જોઇ તો કેટલાક લોકો હેરાન પણ છે. તેણે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ડાંસ કરતી જોવા મળી રહી છે. તેણે મલ્ટી કલરની સ્ટ્રેપ ડ્રેસ પહેરી છે. તેમજ તેણે કાનોમાં હૈંગિંગ ઇયરિંગ પર કેરી કરી છે.

આ વીડિયોને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના આ વીડિયોને લઇને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યુ કે, “સંધ્યા બીદણી વધારે ના પલળીશ, કોરોના ચાલી રહ્યો છે ઘરે બેસ નહિ તો બીમાર થઇ જઇશ” તો બીજા એક અન્ય યુઝરે કહ્યુ, “મેડમ આ વરસાદ નથી તોફાન છે.”

અભિનેત્રીએ સાયક્લોન તાઉ તે વચ્ચે ફોટોશૂટ કરાવ્યુ છે. દીપિકાની અદાઓ જોઇ તો ચાહકો કાયલ થઇ ગયા છે. તે આ તસવીરોમાં એકદમ રિફ્રેશિંગ ફીલ લેતી જોવા મળી રહી છે.

દીપિકા તૂટેલા અને પડી ગયેલાા ઝાડ વચ્ચે પોઝ આપી રહી છે. તેનું આ ફોટોશૂટ કેટલાક લોકોને પસંદ આવી રહ્યુ છે. અભિનેત્રી આ તસવીરોમાં નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે.

Shah Jina