ફિલ્મોમાં રુડી રૂપાળી દેખતી દીપિકા પાદુકોણે શેર કરી નો-મેકઅપ લુકવાળી તસવીર, એક યુઝરે કહ્યુ- બુઢ્ઢી લાગી રહી છે…

હે ભગવાન આ શું જોઈ લીધું? દીપિકા પાદુકોણની મેકઅપ વગરની તસવીર આવી સામે, ઉડ્યો ચાહકોના ચહેરાનો રંગ

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ કંઇ ખાસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નથી પરંતુ કેટલીક વાર તે ચાહકો સાથે તેની હસીન તસવીરો શેર કરતી રહે છે. દીપિકા ઘણીવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરે છે, ત્યારે હાલ તેણે તેના સંડે ગ્લોની તસવીર શેર કરી છે, જેમાં તે નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. આ તસવીર પર બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ પણ કમેન્ટ કરી છે. અભિનેત્રીની આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

દીપિકા પાદુકોણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર નેચરલ બ્લશ અને રેડિએંટ સ્કિન વાળી તસવીર શેર કરી છે. નો મેકઅપ લુક વાળી આ તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યુ, પોસ્ટ બેડમિંટન ગ્લો. દીપિકાની આ તસવીર પર ચાહકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકોને દીપિકાની આ નો મેકઅપ લુકવાળી તસવીર પસંદ આવી રહી છે. ત્યારે કેટલાક લોકો અભિનેત્રીને ટ્રોલ કરવામાં પણ લાગી ગયા છે.

દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર પીવી સિંધુએ મજાક કરતા કમેન્ટમાં લખ્યુ કે, કેટલી કેલેરી બાદ ? પીવી સિંધુને રિપ્લાય કરતા દીપિકાએ ઘાયલ થવા વાળી ઇમોજી શેર કરતા લખ્યુ, કેલેરીને ભૂલી જાઓ, મારી બોડીમાં ઘણુ દર્દ થઇ રહ્યુ છે. ત્યાં દીપિકા પાદુકોણની તસવીર પર ચાહકોના રિએક્શનની વાત કરીએ તો, એક યુઝરે લખ્યુ, વૃદ્ધ લાગી રહી છે. એક અન્ય યુઝરે લખ્યુ કે, આ ફિલ્ટરનો કમાલ છે.

એક બીજા યુઝરે લખ્યુ કે, આ બોટોક્સની અસર છે. આવી જ રીતે કેટલાક લોકો અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યા છે અને તેની ખૂબસુરતી પર પ્રેમ લૂંટાવી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા  છે. દીપિકા પાદુકોણનો આ અંદાજ પહેલા પણ ઘણીવાર જોવા મળ્યો છે. તેણે પહેલા પણ નો મેકઅપ લુકની તસવીર શેર કરેલી છે.

દીપિકાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે ફિલ્મ “83”માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે તેમના પતિ અને અભિનેતા રણવીર સિંહ જોવા મળશે. લગ્ન બાદ બંને પહેલીવાર આ ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. આ ઉપરાંત દીપિકા ફાઇટર, પઠાન અને ધ ઇંટર્નમાં કામ કરી રહી છે.

Shah Jina