સુપરહિટ ફિલ્મ ઓમ શાંતિ ઓમ ફિલ્મની હિરોઈન દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2018 માં લગ્ન કર્યા, જયારે આજે આ બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર ફેન્સને આપ્યા છે છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બાળકનો જન્મ સપ્ટેમ્બર 2024માં થશે.
જાન્યુઆરીમાં વોગ સિંગાપોરને આપેલા હૃદયસ્પર્શી નિવેદનમાં, દીપિકાએ પિતૃત્વની અપેક્ષા વ્યક્ત કરતાં કહ્યું, “રણવીર અને હું બાળકોને પ્રેમ કરીએ છીએ. અમે તે દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમે અમારું પોતાનું કુટુંબ શરૂ કરીશું.”
પેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી જામનગરમાં અંબાણીની ઘરે પ્રિ વેડિંગ ફંક્શન ચાલુ છે. હાલમાં દેશ વિદેશની અનેક હસ્તીઓ જોવા મળી છે. દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થવા માટે દિગ્ગજ હસ્તીઓ આવી છે.
તમને જણાવી દઈએ કે થોડા ટાઈમ પહેલા શાહરુખ ખાન પોતાના ફેમિલી સાથે જામનગરમાં આવી ચુક્યો છે. આ ઉપરાંત રણબીર કપૂર અને હોલીવુડ સિંગર રિહાના સહિતના કલાકારો આવી પહોંચ્યા છે.
પછી હવે આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી, બોની કપૂર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જામનગર આવી પહોંચ્યા છે.
બીજા સેલિબ્રિટીની વાત કરીએ તો બોલીવુડના કિંગખાન શાહરુખ પોતાની ફેમિલી, પુત્ર આર્યન ખાન, દીકરી સુહાના અને ગૌરી ખાન સાથે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા.
આજકાલ તો સૌરાષ્ટ્રના જામનગરમાં હાલ બોલિવૂડ સેલિબ્રિટિનો મેળો લાગ્યો છે. અહીં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંકશનને યાદગાર કરવા સેલેબ્સ જામનગર પહોંચી રહ્યાં છે.
ગુજરાતના જામનગરમાં હાલ બોલિવૂડ સિતારાનો મેળો લાગ્યો છે. અહીં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંકશનને યાદગાર કરવા સેલેબ્સ જામનગર પહોંચી રહ્યાં છે. શાહરૂખ ખાન તેમના ફેમિલી સાથે અહીં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રિ વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યા છે.
View this post on Instagram