દીપિકા પાદુકોણના ‘બેશરમ રંગ’ ગીતનું દેશી વર્ઝન જોયુ ? ના જોયુ હોય તો જલ્દી જોઇ લો…હસી હસીને થઇ જશો લોથપોથ

દાંત કાઢી કાઢીને ઊંધા થઇ જશો એટલું હસું આવશે, શાહરુખ દીપિકાના ગીતની એક બે ત્રણ કરી નાખી, જુઓ વીડિયો

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ પઠાણની ચર્ચા આ દિવસોમાં ચારે તરફ છે. ફિલ્મનું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત બેશરમ રંગ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યું છે ત્યારે કેટલાક લોકો ફિલ્મનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ ગીતને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો બેશરમ રંગ ગીતનું સંસ્કારી વર્ઝન કહેતા જોવા મળી રહ્યા છે. હાલ જે વીડિયો ટ્વીટર પર સામે આવ્યો છે, તેમાં કેટલાક છોકરાઓ દીપિકા પાદુકોણના સિઝલિંગ ડાન્સ મૂવ્સને રિક્રિએટ કરતા જોવા મળે છે.

અંડરગારમેન્ટ અને લુંગીમાં આ છોકરાઓનો ડાન્સ જોઈને લોકો હસી હસીને બઠ્ઠા વળી રહ્યા છે. ત્યાં આ વીડિયો વાયરલ કરવાની સાથે લોકો ઉગ્ર ટિપ્પણીઓ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો જોયા પછી તમે પણ તમારી હસી નહિ રોકી શકો. આ વાયરલ વીડિયોએ ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગ પર સર્જાયેલા તમામ વિવાદોનો ઉકેલ શોધી કાઢ્યો છે. ત્યાં કોઈ ભગવા રંગના કાપડ નથી, કોઈ લક્ઝરી ખર્ચ નથી, કોઈ બળજબરીથી ફીટ કરેલા ગ્રાફિક્સ નથી. સરળ રીતે ફિલ્માવવામાં આવેલા બેશરમ રંગ ગીતના આ વર્ઝને નિર્માતાઓ અને વિશ્વની તમામ મૂંઝવણોનો અંત લાવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, પઠાણ ફિલ્મના બેશરમ રંગ ગીતે રિલીઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ગીતને જેટલું પસંદ કરવામાં આવી રહ્યું છે તેટલું જ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. આ ગીત પર વિવાદ એટલો વધી રહ્યો છે કે, તે અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઘણા સંગઠનોએ નિર્માતાઓ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેના પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને અલગ અલગ ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ફિલ્મ પઠાણનું ગીત બેશરમ રંગ 12 ડિસેમ્બરે રિલીઝ થયું હતું. આ ગીતે રિલીઝ થયાના પ્રથમ કલાકમાં જ 10 લાખ વ્યૂઝનો આંકડો પાર કરી લીધો હતો. અત્યાર સુધીમાં ગીતને યુટ્યુબ પર 47 મિલિયન વ્યુઝ મળ્યા છે. ચાહકોને આ ગીત ખૂબ પસંદ છે પરંતુ કેટલાક સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે દીપિકાએ ભગવા રંગની બિકી પહેરીને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે.

Shah Jina