ફિલ્મ “તિરંગા”ના પ્રલયનાથ ગુંડાસ્વામી આજકાલ કયાં છે ? અને શું કરી રહ્યા છે…

આ વીલને ભલભલા હીરોની હવા કાઢી નાખી હતા, જાણો અત્યારે ક્યાં છે અને કેવા દેખાય છે

જૂની ફિલ્મોમાં હિરો સાથે સાથે વિલનના પાત્રો પણ જોરદાર હોતા હતા. મોગેંબો, શાકાલ, ગબ્બર વગેરે પાત્રો તો અમર જ થઇ ગયા. આ પાત્રોને જે કલાકારોએ નિભાવ્યા તેમને પણ અલગ જ ઓળખ મળી. આવું જ એક પાત્ર હતુ પ્રલયનાથ ગુંડાસ્વામી. વર્ષ 1993માં આવેલી ફિલ્મ તિરંગામાં દીપક શિર્કેએ આ પાત્રને નિભાવ્યુ હતુ, આ પાત્ર તેમના કરિયરનું સૌથી જાનદાર પાત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આજકાલ દીપક શિર્કે કયાં છે ? તો જાણો કેટલીક જાણકારીઓ સાથે જણાવીએ કે આજકાલ દીપક શિર્કે છે કયાં અને શું કરી રહ્યા છે.

દીપક શિર્કે તિરંગા ઉપરાંત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. જેમાં 1991માં આવેલી ફિલ્મ હમ, 1997માં આવેલી ફિલ્મ ઇશ્ક અને 1998માં આવેલી ફિલ્મ ગુંડા વગેરે ફિલ્મો સામેલ છે. 29 એપ્રિલ 1957ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા દીપક શિર્કે હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી ફિલ્મો પણ કરી ચૂકયા છે. તેમણે માત્ર નેગેટિવ રોલ જ નહિ પરંતુ પોઝિટિવ રોલ પણ ફિલ્મોમાં પ્લે કર્યો છે. દીપક શિર્કે પાંચ ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા.

તેમણે તેમનો શરૂઆતી અભ્યાસ Elphinstone Technical high school માંથી પૂરો કર્યો હતો. કહેવાય છે કે આ દરમિયાન દીપક શિર્કેને એક્ટિંગની દુનિયામાં જવાનું મન થયુ હતુ. સ્કૂલના પાછળ રંગ ભવન નામના થિયેટર આસપાસ તેઓ ફરવા લાગ્યા પરંતુ જેવા જ તેઓ મોટા થયા તેમણે મન બનાવી લીધુ કે તેઓ કાં તો અભિનેતા બનશે કાં તો પોલિસવાળા. પરંતુ દીપક શિર્કેની કિસ્મતમાં ફિલ્મી દુનિયા લખેલી હતી.

તેમણે 1976માં પહેલું મરાઠી નાટક ‘રાજ મુકુટ’ કર્યું હતું. પરંતુ, આ નાટકમાં તેમનો રોલ બહુ નાનો હતો. તેમણે પ્રયત્ન ચાલુ રાખ્યો અને આગળ વધ્યા. તેમને મોટી ભૂમિકાઓ પણ મળવા લાગી. આ પછી તેમને પહેલી મરાઠી ફિલ્મ ધડાકેબાઝ ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મ પછી તેને 1986-87માં એક મરાઠી શોમાં કામ કરવાની તક મળી. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ 1980માં આવેલી ‘આક્રોશ’ હતી. દીપક શિર્કેની જોરદાર એક્ટિંગ તેમને એક પછી એક મોટી ભૂમિકાઓ આપી રહી હતી.

આ દરમિયાન તેમને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી. આ ફિલ્મ ‘અગ્નિપથ’ હતી, જે હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં સૌથી વધુ પસંદગીની ખાસ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં દીપક શિર્કે અન્ના શેટ્ટીની ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે જ્યારે મેહુલ કુમાર તિરંગા ફિલ્મની ઓફર લઈને દીપક શિર્કે પાસે ગયા હતા અને કહ્યું કે તે પણ એક રાજકુમાર છે તો તે ચોંકી ગયા હતા. તેમને લાગ્યું કે આટલા મોટા અભિનેતાની સામે તે યોગ્ય રીતે અભિનય કરી શકશે નહીં. પરંતુ, શૂટિંગ દરમિયાન આવી કોઈ સમસ્યા ન હતી.

‘તિરંગા’ બોલિવૂડમાં બનેલી સૌથી કોમિક દેશભક્તિની ફિલ્મ છે. જેણે પણ ‘તિરંગા’ જોઇ હશે તેને બે વાત ચોક્કસ યાદ હશે. રાજકુમારના સંવાદો અને ફિલ્મના વિલન પ્રલયનાથ ગુંડાસ્વામી. ફિલ્મમાં ઘણી વખત ગુંડાસ્વામીને ગેંડાસ્વામી નામથી પણ સંબોધવામાં આવ્યા છે. ફિલ્મ ‘તિરંગા’ દીપક શિર્કેની ઓળખ નથી. પરંતુ તે તેમની ઓળખનો મોટો ભાગ છે.

તેમણે તેમની કારકિર્દીમાં સેંકડો હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. 70, 80 અને 90ના દાયકામાં ભાગ્યે જ એવા કલાકારો હશે, જેમની સાથે દીપક શિર્કેએ કામ ન કર્યું હોય. દીપકની ખૂબ ઈચ્છા હતી કે તેમને એકવાર દિલીપ કુમાર સાથે કામ કરવાનો મોકો મળે. પરંતુ તે શક્ય ન હતું. તેમણે તેની કારકિર્દીમાં ક્યારેય દેવ આનંદ સાથે સ્ક્રીન શેર કરી નથી. પરંતુ ઑફ-સ્ક્રીન બંને સારા મિત્રો હતા.

ઘણા વિચારતા હશે કે દીપક શિર્કેએ ફિલ્મો કરવાનું બંધ કરી દીધુ  હશે. તમને જણાવી દઈએ કે દીપક શિર્કે હજુ પણ ફિલ્મો સાથે જોડાયેલા છે. તેમણે 2019માં એમએક્સ પ્લેયરની સીરીઝ ‘પાંડુ’માં કામ કર્યું હતું અને છેલ્લે તે 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્લેક માર્કેટ’માં જોવા મળ્યા હતા.

Shah Jina