દીપક ચહેરે સ્ટેજ પર થામ્યો પત્નીનો હાથ હંમેશા હંમેશા માટે…સાત ફેરા ફર્યાં, સેંથામાં સિંદૂર ભર્યું

ભારતના સ્ટાર ક્રિકેટર દીપક ચહર આજકાલ પોતાના લગ્નની વિધિઓમાં વ્યસ્ત છે. ઈજાના લીધે તે ક્રિકેટના મેદાનથી દૂર છે અને ગ્રાઉંડની બહાર નવી ઈનિંગની શરૂઆત કરી રહ્યો છે. ચહરના આજે લગ્ન થઇ ગયા છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે દીપકે સફેદ રંગની શેરવાની અને પાઘડી પહેરી હતી. જાનૈયામાં દીપક ચાહરના ફેમિલીના સભ્યો તથા સંબંધિઓનો સમાવેશ થતો હતો. આજે લક્ઝુરિયસ હોટેલ જેપી પેલેસમાં બન્નેના લગ્ન થયા હતા. જાનમાં સામેલ થવા માટે ઈન્ડિયન ક્રિકેટર રાહુલ ચાહર પહોંચ્યો તો તે ખૂબ નાચ્યો હતો.

ફેમસ ક્રિકેટર ચહર તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કાર્ય છે. મંગળવારે રાત્રે આગ્રાની ફાઈવ સ્ટાર હોટલમાં ઢોલ-નગારા વચ્ચે મહેંદી સેરેમની થઈ. આ ઈવેન્ટના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા જેમાં દીપક ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

આજે બુધવારે સવારે બંનેએ હલ્દી વિધિ કરી હતી. ચહર સફેદ રંગનો કુર્તો પહેરેલો જોવા મળ્યો હતો. ચહરના ભાઈ અને પંજાબ કિંગ્સના સ્ટાર ક્રિકેટર રાહુલ ચહરે સમારોહના વીડિયો અને તસવીરો શેર કરી છે. દીપકના મિત્રોએ રાહુલ સાથે મળીને તેને હલ્દી લગાવી અને આ દરમિયાન તે ડાન્સ કરતો જોવા મળ્યો.

ક્રિકેટર રાહુલ ચહરે 9 માર્ચ 2022ના રોજ લગ્ન કર્યા હતા. રાહુલ ચાહરે બેંગલુરુ સ્થિત ફેશન ડિઝાઈનર ઈશાની સાથે ગોવામાં સાત ફેરા લીધા. રાહુલ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાનો વતની છે. રાહુલ-ઈશાનીએ ડિસેમ્બર 2019માં સગાઈ કરી હતી. લગ્ન બાદ 12 માર્ચે આગરાની ફાઈવ સ્ટાર હોટલમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈશાની અને રાહુલ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. રાહુલે ઈન્સ્ટાગ્રામ પર હલ્દી સેરેમની અને લગ્નની તસવીરો શેર કરી છે. આના એક દિવસ પહેલા તેણે મહેંદીની તસવીરો શેર કરી હતી. મહેંદીની તસવીરો શેર કરતા રાહુલ ચહરે લખ્યું, ‘મહેંદીના રંગોથી ભરેલો દિવસ.’

રાહુલ-ઈશાનીના લગ્નની વિધિ ગોવાની હોટેલ ડબલ્યુમાં થઈ હતી. દીપક ચહર અને માલતી ચહર સહિત અન્ય લોકોએ પણ લગ્નના ફોટા શેર કર્યા હતા. રાહુલ ચહરે અત્યાર સુધીમાં એક વન-ડે અને 6 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે વનડેમાં 3 અને ટી20માં 7 વિકેટ ઝડપી છે. રાહુલ ચહર, 2017થી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો ટીમનો ભાગ છે. રાહુલ ચહરે 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

તે પછી તે 2018થી 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. IPL 2022 મેગા ઓક્શનમાં તેને પંજાબ કિંગ્સે રૂ. 5.25 કરોડમાં ખરીદ્યો હતો. રાહુલ ચહરે આઈપીએલમાં અત્યાર સુધી 42 મેચ રમી છે. જેમાં તેણે 43 વિકેટ ઝડપી છે. તમને જણાવી દઈએ કે રાહુલ ચહર શરૂઆતમાં ભાઈ દીપક ચહર જેવો ફાસ્ટ બોલર બનવા માંગતો હતો. દીપકને રમતા જોયા બાદ જ તેણે 8 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

તેના કોચ અને તૌ લોકેન્દ્ર સિંહ ચાહરે તેની ઓછી ઝડપને કારણે તેને સ્પિનર ​​બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પછી જ રાહુલની બોલિંગમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. આઈપીએલની 15મી સીઝન શરૂ થવા જઈ રહી છે તે પહેલા ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રાહુલ ચહરે બુધવારે તેની ગર્લફ્રેન્ડ અને મંગેતર ઈશાની જોહર સાથે લગ્ન કર્યા હતા.

વાસ્તવમાં, રાહુલ ચાહર ભારતીય ક્રિકેટ ટીમમાં સ્પિન બોલરની ભૂમિકા ભજવે છે. તે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરનો નાનો ભાઈ છે. ત્યાં, IPL ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સે રાહુલ ચહરના લગ્ન પછી તેમની શુભેચ્છાઓ ટ્વિટ કરી છે. હલ્દીની વાત કરીએ તો, રાહુલ અને ઇશાનીની હલ્દીમાં બધાએ ખૂબ મસ્તી કરી હતી. જેની તસવીરો રાહુલે શેર કરી છે. એક તસવીરમાં રાહુલ પ્રેમથી ઇશાનીને નિહાળતો પણ જોવા મળ્યો હતો.

આ ફેમસ ક્રિકેટરના મેરેજમાં મોટા સ્ટાર્સ હાજરી આપવાના છે. દીપકની IPL ટીમ ચેન્નાઈનો કેપ્ટન એમએસ ધોની તેની પત્ની સાક્ષી સાથે, વિરાટ કોહલી તેની પત્ની સાથે અને બોલિવૂડ હિરોઈન અનુષ્કા શર્મા, ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેની પત્ની રિતિકા સાથે ડાન્સ કરતો અને ગાતો જોવા મળશે. પોતે ચહર પરિવારના એક મીડિયાને માહિતી આપી છે. જોકે, આ લગ્નમાં દીપક ચહર અને જયા ભારદ્વાજના પરિવારના ખાસ લોકો અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by rosinesslife (@rosinesslife_)

YC