આ જગ્યાએ છે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ, પાણીની અંદર જ છે એપાર્ટમેન્ટ, રેસ્ટોરન્ટ અને દુકાનો, આ નજારો જોવાનું ચૂકશો નહિ

આજે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે જાણે અશક્ય જેવો શબ્દ જ નાબૂદ થઇ ગયો હોય, માણસ માત્ર કુત્રિમ જીવ જ નથી બનાવી શક્યો બાકી બધું જ તેને બનાવી લીધું છે, દુનિયાભરની અંદર ઘણી એવી અજાયબીઓ જોવા મળે છે, ત્યારે આજે અમે તમને દુનિયાના સૌથી ઊંડા સ્વિમિંગ પુલ વિશે જણાવીશું જ્યાં ફક્ત સ્વિમિંગ જ નથી થતું, પરંતુ આ પુલની અંદર પાણીમાં એપાર્ટમેન્ટ, રેસ્ટોરન્ટ અને દુકાનો પણ આવેલી છે.

વાંચીને જ નવાઈ લાગે પરંતુ આવો સ્વિમિંગ પુલ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે દુબઈમાં. જ્યાંની પાસે આવેલા અલ શેબા વિસ્તારમાં આ સૌથી ઊંડો સ્વિમિંગ પુલ આવેલો છે. જેનું નામ ડીપ ડાઇવ દુબઇ રાખવામાં આવ્યું છે.

આ સ્વિમિંગ પુલની ઊંડાઈ રેકોર્ડ તોડ 60.2 મીટર છે. તેની ક્ષમતા 1 કરોડ 40 લાખ લીટર પાણીની છે અને ઓલમ્પિક સાઈઝના 6 પુલ બરાબર છે, ડીપ ડાઇવ દુબઇ સ્વિમિંગ પુલની અંદર જાહેર જનતા માટે બુકીંગ જુલાઈના અંતમાં શરૂ થવાની શક્યતા છે.

આ પુલની ખાસિયત છે કે તેમાં એક એપાર્ટમેન્ટ, ગેરેજ અને આર્કેડ રહેલું છે. તેમાં સ્કૂબા ડાઇવર્સ માટે કેટલાય પ્રકારના કોર્ષ ઉપલબ્ધ છે. બિગિનર્સ અને અમેચ્યોર ડાઇવર્સ માટે પણ અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સ્વિમિંગ પુલની અંદર એક અંડરવોટર ફિલ્મ સ્ટુડિયો પણ છે જેમાં એડિટિંગ રૂમ અને વીડિયો વોલ પણ રહેલી છે. 46 અંડરવોટર કેમેરા સાથે પુલની અંદર અલગ અલગ મૂડ માટે 164 લાઈટ લગાવવામાં આવી છે.

આ વર્ષના અંત સુધીમાં પુલની અંદર 80 સીટનું એક રેસ્ટોરન્ટ પણ ખુલવાનું છે. આ ઉપરાંત અહીંયા મિટિંગ, ઈવેન્ટ્સ અને કોન્ફ્રન્સ પણ આયોજિત થઇ શકશે. પુલની અંદર ડાઇવ શોપ અને ગિફ્ટ શોપ પણ હશે.

ડીપ ડાઇવ દુબઇને દુનિયાના સૌથી ઊંડા સ્વિમિંગ પુલ હોવાની માન્યતા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ આપી દેવામાં આવી છે. 1500 વર્ગ મીટરમાં ફેલાયેલી આ સુવિધાને વિશાળ શિપના આકારમાં બનાવવામાં આવી છે. આ સંયુક્ત અરબ અમીરાતના મોતીઓ માટે ગોતાખોરીની વિરાસત પ્રમાણે છે.

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશી અલ મખતુમ દ્વારા વુધવારે સોશિયલ મીડિયા ઉપર એડ્વેન્ચરોને પુલ અજમાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું. શેખ અમીરાતના નવા આકર્ષણનો વીડિયો અપલોડ કરીને સાથે લખવામાં આવ્યું હતું કે “ડીપ ડાઇવ દુબઇમાં એક આખી દુનિયા તમારી રાહ જોઈ રહી છે.”

પુલના તાજા પાણીને દરેક 6 કલાક બાદ NASAની વિકસિત ફિલ્ટર ટેક્નોલોજી અને અલ્ટ્રા વાયલેટ રેડિએશનથી ફિલ્ટર કરવામાં આવશે. પુલના તાપમાનને ગોતાખોરોની સિવિધા માટે 30 ડિગ્રી સેલ્સિયસ ઉપર મેન્ટેન કરવામાં આવશે.

Niraj Patel