ગુજરાત પર પણ થવા જઈ રહી છે મિચોન્ગ વાવાઝોડાની અસવાર, અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખે આવશે ફરી પાછું માવઠું, જુઓ શું કહ્યું ?

આ તારીખથી ગુજરાતની અંદર પડશે હાડ ધ્રુજાવી દેનારી ઠંડી, માવઠું પણ થવાની શક્યતા, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, જુઓ શું કહ્યું ?

December forecast of Ambalal Patel : થોડા દિવસ પહેલા જ ગુજરાતની અંદર જબરદસ્ત માવઠું જોવા મળ્યું હતું. જેના બાદ સતત ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. તો બીજી તરફ ચેન્નાઇમાં મિચોન્ગ વાવાઝોડાના કારણે પણ હાલત ખુબ જ ખરાબ થઇ ગઈ છે અને આખું શહેર પાણી પાણી થઇ ગયું છે. આ બધા વચ્ચે મિચોન્ગ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ થવાની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમને 6 ડિસેમ્બર સુધી વાદળ છાયું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની આગાહી :

અંબાલાલ પટેલે કહ્યું કે, મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે. 13, 14, 15 ડિસેમ્બરે દેશના ઉત્તર ભાગોમાં કમોસમાં વરસાદ થશે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. આ સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેશે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે ઠંડીનું જોર વધવાના કારણે કૃષિ પાકોને પણ ફાયદો થઇ શકે છે.

માવઠાની સંભાવના :

અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે, “મિચોંગ વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેને લઈ અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. 7 ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે. અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે.”

ગાત્રો થીજવી દેતી ઠંડી પડશે “

તેમને વધુમાં એમ પણ જણાવ્યું કે ડિસેમ્બર માસ માવઠાનો રહેશે. આ માસમાં અનેક પશ્ચિમિ વિક્ષેપોના કારણે અવારનવાર માવઠા થઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે. તેના કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે. 7 ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાશે આ સાથે ગુજરાતમાં 22થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડશે.

Niraj Patel