મનોરંજન

પુષ્પા બાદ ક્રિકેટર ઉપર છવાયો બચ્ચન પાંડેનો ખુમાર, ઓસ્ટ્રેલિયન ખિલાડીએ અક્ષય કુમારની કરી હૂબહૂ એક્ટિંગ

સાઉથ ફિલ્મ પુષ્પા રિલીઝ થયાને ઘણો સમય થઇ ચુક્યો છે છતાં પણ ફિલ્મના ડાયલોગ અને ગીત હજી પણ લોકોના મગજમાંથી નીકળતા નથી.સામાન્ય જનતાની સાથે સાથે ક્રિકેટર્સ પણ પુષ્પા ફિલ્મના ગીતો અને ડાયલોગની નકલ કરતા જોવા મળે છે અને રીલ્સ પણ બનાવે છે. એવામાં એકવાર ફરીથી ક્રિકેટર્સ પર પુષ્પા ફિલ્મ પછી અક્ષય કુમારની આવનારી ફિલ્મ બચ્ચન પાંડેનો ખુમાર ચઢતો દેખાઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના ધાકડ બલ્લેબાજ એવા ડેવિડ વોર્નરે આગળના દિવસે અક્ષય કુમારની આવનારી ફિલ્મ બચ્ચન પાંડેના ગીતની નકલ કરતો વીડિયો શેર કર્યો છે.વીડિયોમાં ડેવિડ ફિલ્મના ગીત ‘માર ખાયેગા’ પર ઝુમતા દેખાઈ રહ્યા છે. ડેવિડ વીડિયોમાં અક્ષય કુમારની જેમ પોતાની આંખોને ડરામણી દેખાડવા માટે ફિલ્ટર પણ લગાવે છે અને અક્ષયની જેમ આંખોના સ્ટેપ્સ પણ કરે છે. ડેવિડે આ વીડિયો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે અને સાથે જ અક્ષય કુમારને પણ ટેગ કરતા પૂછ્યું કે શું તેને આ વીડિયો રીલ પસંદ આવી છે?

સોશિયલ મીડિયા પર ડેવિડનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે.અક્ષય કુમારે પણ ડેવિડનો આ વીડિયો જોયો છે અને ખુબ પસંદ કર્યો છે. ચાહકોએ ડેવિડના આ વીડિયો પર,”અક્ષય પાજી તમને આગળની ફિલ્મ માટે સાઈન કરવા રાહ જોઈ રહ્યા છે’, ‘આગળનો બૉલીવુડ સ્ટાર’ જેવી કમેન્ટ્સ પણ કરી છે.

ડેવિડને બોલીવુડથી લઈને સાઉથ ફિલ્મો ખુબ પસંદ છે માટે તે અવાર નવાર બૉલીવુડ કે સાઉથના ગીત અને ડાયલોગ્સ પર વીડિયો કે રીલ્સ બનાવતા રહે છે અને પોતાના એકાઉન્ટ પર શેર કરતા રહે છે. ચાહકો પણ તેના દરેક વીડિયોને ખુબ પસંદ કરે છે. ડેવિડની પત્ની અને તેની દીકરી પણ બોલિવુડની ફિલ્મો અને ગીતોને ખુબ પસંદ કરે છે.

જણાવી દઈએ કે ફિલ્મ બચ્ચન પાંડે 2014ની તમિલ ફિલ્મની રીમેક છે. ફિલ્મમાં અક્ષયના સિવાય ક્રિતી સેનન અને અરશદ વારસી પણ ખાસ કિરદારમાં જોવા મળશે. ફિલ્મની શૂટિંગ જેસલમેરમાં શરૂ થઇ હતી. ફિલ્મ 18 માર્ચના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઇ શકે તેમ છે.જ્યારે ડેવિડ હાલના સમયમાં ઓસ્ટ્રેલિયા ટીમની સાથે પાકિસ્તાન યાત્રા પર છે, જ્યા તેની ટિમ વર્ષ 1998 પછી પહેલી વાર સિરીઝ રમવા માટે પહોંચી છે.

જુઓ ડેવિડનો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)