આ સેલિબ્રિટીએ દુનિયા અને સમાજના બંધનોની ચિંતા કર્યા વગર પોતાના સમલૈંગિક પાર્ટનર સાથે કર્યા લગ્ન, તસવીરોએ મચાવ્યો ઉહાપો… જુઓ
આજકાલ ઘણી પ્રેમ કહાનીઓ એવી સામે આવી રહી છે કે તે સામે આવતા જ આખા વિશ્વમાં તેની ચર્ચાઓ થવા લાગે છે. ઘણી લવ સ્ટોરીઓમાં ઉંમરના બંધન નથી જોવામાં આવતા તો ઘણા સમાજ અને નાત-જાતના બંધનો પણ ભૂલી જતા હોય છે. ત્યારે એવી પણ પ્રેમ કહાનીઓ સામે આવી છે જેમાં લિંગના બંધનો પણ હવે કોઈને નથી નડતા.
પોતાના સમલૈંગિક પાર્ટનર સાથે લગ્ન કરવા માટે લોકો કોઈપણ હદ સુધી જતા હોય છે. હાલ એવા જ એક કપલની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, અને આ કહાની કોઈ સામાન્ય માણસની નહિ પરંતુ એક સેલિબ્રિટીની છે. રિયાલિટી ટીવી સ્ટાર ડેવ ગ્રેહામને એક પાકિસ્તાની વ્યક્તિ શાજલી સાથે પ્રેમ થઇ ગયો અને તેણે સગાઈની જાહેરાત કરી દીધી.
ડેવ ગ્રેહામે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા પોતાના પાર્ટનરને એક પરફેક્ટ પાર્ટનર કહ્યો હતો. તેને કહ્યું કે આ તેના જીવનની સૌથી વધુ ખુશી આપનારી ખબર છે. રિયાલિટી ટીવી શો બિગ બ્રધરથી ફેમસ થયેલા ડેવ ગ્રેહામ પોતાને “ગે કાઉ બોય” જણાવે છે. તે એક ડોગ ટ્રેનર પણ છે. તેને શાજલીની સાથે પોતાની તસવીરો પણ શેર કરી છે.
આ તસવીરો શેર કરવાની સાથે તેને શાજલીને પોતાના જીવનમાં મેળવીને પોતાની જાતને ખુશ કિસ્મત માને છે. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “જીવનભરની શોધ પછી, હું હવે ખરેખર દયાળુ, શાંત, સૌથી નમ્ર મહેનતુ માણસના પ્રેમમાં છું જે મને સંપૂર્ણ રીતે સંતુલિત કરે છે. હું તે માણસ હતો જેને હજાર વાર કહેવામાં આવ્યું હતું કે જ્યારે તમે ઓછામાં ઓછી અપેક્ષા રાખો છો, ત્યારે તે થાય છે…અને હવે તે થઈ ગયું છે !’ ડેવે કહ્યું કે તે સૌપ્રથમ 2021માં એક સ્થાનિક ક્લબમાં શાજલીને મળ્યો હતો અને તરત જ તેના તરફ આકર્ષાયો હતો.”