દીકરીઓ દ્વારા નિભાવવામાં આવી દીકરા તરીકેની ફરજ, પિતાની અર્થીને આપ્યો કાંધો, ચિતાને આપી મુખાગ્નિ, જુઓ તસવીરો

કોરોનાએ ઘણા પરિવારનો વેર વિખેર કરી નાખ્યા છે. તો આવા સમયમાં ઘણીવાર પોતાના સાથ છોડી દે છે તો પારકા લોકો મદદ માટે આગળ પણ આવી હર્યા છે જેના ઘણા કિસ્સાઓ આપણે જોયા છે. આવો જ એક નજારો રવિવારના રોજ વારાણસીમાં જોવા મળ્યો, જ્યાં બે દીકરીઓ દ્વારા પિતાની અર્થીને કાંધો આપી અને દીકરા તરીકેની ફરજ પુરી કરવામાં આવી હતી. દીકરીઓ દ્વારા સ્મશાનઘાટમાં જઈને રીતિ રિવાજો સાથે પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમજ ચિતાને મુખાગ્નિ પણ દીકરીઓ દ્વારા જ આપવામાં આવી.

પ્રાપ્ત માહિતી અનુસાર સોનભદ્ર જિલ્લાના દુદ્ધિના રહેવા વાળા 65 વર્ષીય ઉમાશંકર તિવારીના દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ છેલ્લા 8 મહિનાથી જ તે પથારીવશ હતા. શનિવારના રોજ કોરોના સંક્ર્મણના કારણે તેમની તબિયત બગડી. તો પરિવારજનો તેમને બીએચયૂ લઈને પહોંચ્યા. પરંતુ ત્યાં તેમને ભરતી ના કરાવી શક્યા. પરંતુ જયારે આ વાતની જાણકારી કાશી પ્રાંત સહ કાર્યવાહ ડોક્ટર રાકેશ તિવારીને મળી તો તેમને ટ્રામા સેન્ટરમાં તેમને ભરતી કરાવી દીધા. રવિવાર સવારે સારવાર દરમિયાન તેમનું નિધન થઇ ગયું.

ઉમાશંકરના નિધન બાદ તેમની બંને દીકરીઓ રત્ના અને સપનાની હાલત રડી રડી અને ખરાબ થઇ ગઈ. જેના બાદ જયારે દીકરીઓએ સંબંધીઓને તેમના નિધનના સમાચાર આપ્યા ત્યારે કોઈ મદદ માટે આવ્યું નહિ.

આવી પરિસ્થિતિમાં જમાઈ ઓમપ્રકાશ મિશ્રની સૂચના ઉપર ડોક્ટર રાકેશ તિવારીએ આરએસએસ કાર્યકર્તા સૌરભ સિંહ અને મિથિલેશ તિવારીને તેમની જવાબદારી સોંપી. બંને કાર્યકર્તાઓએ ટ્રામા સેન્ટરથી એમ્બ્યુલન્સ દ્વારા અંતિમ વિધિ સ્થળ ઉપર પહોંચાવ્યાં અને દીકરીઓ દ્વારા અંતિમ સંસ્કારના રિવાજ પુરા કરવામાં આવ્યા.

દીકરી રત્ના અને સપનાએ શબને કાંધ આપી. સ્મશાન ઘાટ ઉપર નાની દીકરી સપનાએ ચિતાને મુખાગ્નિ પણ આપી. અંતિમ સંસ્કારમાં આરએસએસ દ્વારા પરિવારની મદદ કર્યા બાદ તેમને ઘરે પણ પહોંચવવામાં આવ્યા.

Niraj Patel