દિલીપ જોશીના દીકરાના લગ્નમાં જોવા મળ્યો શાહી વૈભવ, થનારી વહુની સુંદરતા જોઈને તો તમે પણ હક્કાબક્કા રહી જશો.. જુઓ વીડિયો

Daughter-in-law of Dilip Joshi : તારક મહેતાના જેઠાલાલના ઘરમાં હાલ ખુશીઓનો માહોલ ચાલી રહ્યો છે. દિલીપ જોશી સસરા બની ગયા છે અને તેમના દીકરા રીત્વિકના લગ્ન ખુબ જ ધામધૂમથી યોજાયા. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ લગ્નમાં ઘણા બધા મહેમાનો હાજર રહ્યા, જેમાં દયાબેન ઉર્ફે દિશા વાંકાણી સમેત શોની સ્ટારકાસ્ટ પણ પહોંચી હતી.  ત્યારે હવે વાયરલ થઇ રહેલા વીડિયો અને તસવીરોમાં જેઠાલાલની વહુનો ચહેરો પણ સામે આવ્યો છે.

ઉન્નતિ ગાલા સાથે થયા લગ્ન :

સોમવારે અભિનેતાના પુત્ર રિત્વિકે તેની ગર્લફ્રેન્ડ ઉન્નતિ ગાલા સાથે લગ્ન કર્યા. લગ્નના ઘણા વીડિયો અને ફોટોઝ પણ સામે આવ્યા છે જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યા છે. લગ્નમાં તમામ વિધિઓ કરવામાં આવી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં, અભિનેતાની પુત્રવધૂ તેના હાથ પર મહેંદી લગાવતી જોવા મળી હતી. વિડીયો જોયા બાદ બધા દિલીપ જોશીની વહુના વખાણ કરી રહ્યા છે.

કોણ છે ઉન્નતિ ?

ઉન્નતિની સુંદરતાના ચાહકો દિવાના થઈ રહ્યા છે.  રીત્વિકની પત્ની એટલે કે ઉન્નતિ ગાલા વિશે વાત કરીએ તો, તે વ્યવસાયે એક્ટર પણ છે અને ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ઉન્નતિ એક ગુજરાતી થિયેટર કલાકાર છે. તેને ગુજરાતી નાટકમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. તે જ સમયે, દિલીપ જોશીનો પુત્ર રીત્વિક જોશી પણ એક અભિનેતા છે. તે ધમાકા ફિલ્મમાં જોવા મળ્યો છે. તે સ્ક્રીન રાઈટર પણ છે. તેણે ઘણા પ્રોજેક્ટ પર પણ કામ કર્યું છે.

મહેંદીનો વીડિયો આવ્યો સામે :

દિલીપ જોશીની વહુએ મહેંદી પર હેવી ગ્રીન અને મેજેન્ટા રંગનો લહેંગા પહેર્યો હતો. હલ્દી પર, તેણીએ પીળો અને સફેદ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો. રિત્વિકની પત્ની ખૂબ જ ક્યૂટ દેખાય છે. આ કપલ પણ સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. સામે આવેલા વીડિયોમાં રિત્વિક તેની પત્ની સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. મહેંદી લગાવવા ઉપરાંત બંનેએ સાથે ગરબા પણ કર્યા હતા.

ગુજરાતી રીતિ રિવાજ અનુસાર થયા લગ્ન :

જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ તેમના પુત્રને સંપૂર્ણપણે ગુજરાતી શૈલીમાં પરણાવ્યા. ગુજરાતી રીતિ-રિવાજ મુજબ તમામ વિધિ પણ જોવા મળ્યા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના પુત્ર રિત્વિકના લગ્ન ભવ્ય રીતે થયા. આ વેડિંગ ફંક્શન કોઈ શાહી લગ્નથી ઓછું નહોતું.  દરેક વ્યક્તિ શાનદાર વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા.

ભવ્ય હતો લગ્નનો નજારો :

લગ્ન એક ભવ્ય સ્થળે યોજાયા હતા, જેનો નજારો ખૂબ જ સુંદર હતો. તળાવના કિનારે બનેલા રિસોર્ટમાંથી લગ્નનો વીડિયો સામે આવ્યો છે. દિલીપ જોષીનો દીકરો તેની માતા સાથે હાથમાં તલવાર લઈને આગળ ચાલી રહ્યો છે. તેમની પાછળ દિલીપ જોષી દેખાય છે. તેની પાછળ તેની પુત્રી દેખાય છે.

TMKOCની સ્ટારકાસ્ટ રહી હાજર :

આ ફંકશન પહેલા મહેંદી અને હલ્દી ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત ફંક્શનમાં પણ સેલેબ્સનો ધસારો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટાર કાસ્ટ પણ આવી પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ દરમિયાન દિશા વાકાણીએ પણ ભાગ લીધો હતો. અભિનેત્રી સિમ્પલ સ્ટાઇલમાં લાઇમલાઇટ ચોરી કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel