મમ્મીએ પૂછ્યુ- મોટી થઇને શું બનીશ ? દીકરીએ જે જવાબ આપ્યો તે સાંભળી હસી હસીને લોથપોથ થઇ જશો- જુઓ વીડિયો

મમ્મીના સવાલનો દીકરીએ આપ્યો એવો મજેદાર જવાબ કે ક્યુટ વીડિયો જોઇ તમારો પણ દિવસ બની જશે

લગભગ બધા બાળકોનું સપનું હોય છે કે તેઓ મોટા થઇને કંઇક સારુ બને, આ માટે તેઓને પહેલા સ્કૂલ અને પછી કોલેજ સહિત અનેક પડાવો પાર પણ કરવા પડે છે. બાળકોને મોટા થઇને કંઇક બનવા માટે ઘણી મહેનત કરવી પડે છે. બાળકની કોશિશ એ હોય છે કે તે મોટા થઇને એક સારા વ્યક્તિ બને અને પોતાના સપના પૂરા કરે. તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે, કોઇ જ્યારે બાળકને પૂછે કે તેને મોટુ થઇને શું બનવું છે ? તો તેના જવાબમાં બાળક ડોક્ટર, એન્જીનિયર, ક્રિકેટર, સિંગર, એક્ટર વગેરે કહે છે.

પરંતુ શું તમે કોઇ દિવસ એવું સાંભળ્યુ કે કોઇ બાળકને જ્યારે કોઇએ એમ પૂછ્યુ હોય કે તારે મોટા થઇને શું બનવુ છે અને તેણે એવો જવાબ આપ્યો હોય કે કચરા-પોતા કરવા છે ? જી હાં, આવું હાલ એક વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. આ વીડિયો જોઇ એકવાર તો તમે હેરાન રહી જશો પરંતુ ચોક્કસથી તમારા ચહેરા પર હસી પણ આવી જશે. સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં ઘણા ચોંકાવનારા તો ઘણા પેટ પકડીને હસાવનારા હોય છે.

હાલમાં આ ક્યુટ બાળકીનો પણ વીડિયો કંઇક આવો જ છે.જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ઘણો જ મજેદાર છે. વીડિયોમાં જે બાળકી જોવા મળી રહી છે, તે ઘણી નાની ઉંમરની છે પરંતુ તેણે તેની મમ્મીને જે જવાબ આપ્યો છે તે ઘણો હેરાન કરી દે તેવો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક નાનકડી અને ક્યુટ છોકરી રડતી જોવા મળી રહી છે. તેની આંખોમાં પાણી જોવા મળી રહ્યુ છે. તેની મમ્મી તેને પૂછે છે કે, તને ભણવાનું ગમતુ નથી ?

તો આના જવાબમાં છોકરી માથુ હલાવી કહે છે ના. તે પછી તેની મમ્મી તેને પૂછે છે કે જો ભણવાનું ગમતુ નથી તો તારે શું બનવુ છે ? આના જવાબમાં છોકરી કહે છે- મારે કચરા-પોતા કરવા છે. છોકરી એવી માસૂમ બનીને આ ડવાબ જવાબ આપે છે કે જેને કારણે વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો. આ વીડિયો જોઇ લોકો ઘણા હેરાન પણ છે અને હસી પણ રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે આખરે આ છોકરી દુનિયાની પહેલી હશે જેને મોટા થઇને કચરા-પોતા કરવા છે.

 

View this post on Instagram

 

A post shared by ✨ (@theclassicladka)

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર theclassicladka નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 3.50 લાખથી વધારે લાઇક્સ પણ મળી ચૂકી છે. લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ પોતાના મિત્રોને પણ કોમેન્ટ સેક્શનમાં ટેગ કરી રહ્યા છે.

Shah Jina