‘તારે ઝમીન પર’ના ક્યૂટ એક્ટર લુક્સમાં મોટા મોટા લોકોને પણ છોડ્યા પાછળ, તસવીરો જોઈને આજકાલની છોકરીઓ ગાંડી થશે
આમિર ખાનની લોકપ્રિય ફિલ્મ એવી તારે ઝમીન પર તમે પણ ચોક્કસ જોઈ હશે. ફિલ્મની કહાનીની સાથે સાથે ફિલ્મના અમુક કલાકારોએ પણ દર્શકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. તેમાનો જ એક બાળ કલાકાર છે દર્શિલ સફારી. વર્ષ 2017માં આવેલી સાઇકોલીજીકલ ડ્રામાં ફિલ્મ તારે ઝમીન પરમાં ખૂબ જ ઓછું બોલનારો, પોતાના જ સવાલમાં ગૂંચવાયેલ ઈશાન અવસ્થી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવના કામિયાબ રહ્યો હતો.
ફિલ્મમાં દર્શિલે ઈશાન અવસ્થીના કિરદાર દ્વારા ખુબ પ્રશંસા મેળવી હતી.ફિલ્મની શૂટિંગના સમયે દર્શિલ માત્ર 10 વર્ષનો હતો અને આજે દર્શિલ 25 વર્ષનો થઇ ચુક્યો છે. ફિલ્મ રિલીઝ થયાના 15 વર્ષ થઇ ચુક્યા છે એવામાં સમયની સાથે સાથે દર્શિલનો લુક પણ એકદમ બદલાઈ ગયો છે અને તે પહેલા કરતા ખુબ જ હેન્ડસમ પણ બની ગયો છે. તાજેતરમાં જ દર્શિલની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેને જોઈને લોકો હેરાન રહી ગયા છે. તેની તસવીરો પર લોકોને વિશ્વાસ કરવું અશક્ય બની ગયું છે અને આ તે જ દર્શિલ છે જે એક સમયે ફિલ્મમાં ભણવાની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો.
25 વર્ષનો દર્શિલ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતો રહે છે એવામાં દર્શિલની આ તસ્વીર સામે આવતા લોકોને ખુબ આશ્ચર્ય થઇ રહ્યું છે. સામે આવેલી દર્શિલની આ નવી તસ્વીરોમાં તે બીચ કિનારે ઉભેલો દેખાઈ રહ્યો છે અને તેની પાછળ સનસેટનો સુંદર નજારો દેખાઈ રહ્યો છે. આ સમયે દર્શિલે રસ્ટ બ્રાઉન ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરી રાખ્યું છે અને તે ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહ્યો છે. તસ્વીરોમાં દર્શિલ હળવી સ્માઈલ આપી રહ્યો છે જેમાં તે ખુબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તસવીરો જોઈને લોકો કમેન્ટ કરતા પોતાને રોકી નથી શક્યા.
એવામાં એક યુઝરે લખ્યું કે,”ઈશાન અવસ્થી કેટલો મોટો થઇ ગયો છે’, અન્ય એકે લખ્યું કે,”કેટલો મોટો થઇ ગયો છે ભાઈ તું”, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે,”તમે ખુબ જ શાનદાર અભિનય કરો છો, તમારું ભવિષ્ય એકદમ તેજસ્વી છે”. ફિલ્મમાં ડિસ્લેક્સીયા જેવી બીમારીથી પીડિત દર્શિલ ઘણા શો અને સિરિયલોમાં કામ કરી ચુક્યો છે. દર્શિલે બમ બમ બોલે, જોકકોમોન, મીડનાઇન ચિલ્ડ્રન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. દર્શિલે ઝલક દિખલાજા-5માં પણ ભાગ લીધો હતો આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચુક્યો છે.દર્શિલ સુષ્મિતા સેનની દીકરી રેની સેન સાથે સુટાબાજીમાં જોવા મળ્યો હતો.