આવી ગયા ખેડૂતોના અચ્છે દિન ! ભારત સરકારે વધારી DAP ખાતર ઉપરની સબસીડી, જાણો નવો ભાવ

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લેવવામાં આવ્યો છે, સરકાર દ્વારા  DAP ખાતરની સબસીડીમાં વધારો કરી દીધો છે. હવે ડીએપી ખાતરની થેલી 2400 રૂપિયાના બદલે ખેડૂતને 1200 રૂપિયામાં મળશે.

આ પહેલા ગયા વર્ષે કેન્દ્ર સરકાર ડીએપી ખાતર ઉપર 500 રૂપિયાની સબસીડી આપતી હતી, અને ખાતરની એક બેગ 1700 રૂપિયામાં મળતી હતી, જેના બાદ સબસીડીમાં વધારો કરીને હવે ખાતરની એક બેગ 1200 રૂપિયામાં ખેડૂતને મળશે.

પ્રાધાનમંત્રી મોદીએ બુધવારના રોજ યોજેલી એક બેઠકમાં જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારો થવા છતાં ખેડૂતોને જૂના દરો પર જ ખાતર મળશે. કેન્દ્ર સરકાર આ માટે સબસિડી પર રૂપિયા 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે.”

Niraj Patel