વિરાટ કોહલીને પ્રપોઝ કરવાવાળી મહિલા ક્રિકેટર સાથે લંડનમાં ફરી રહ્યો છે સચિન તેંદુલકરનો પુત્ર અર્જુન, જુઓ તસવીરો

ઇંગ્લેન્ડની સુંદર મહિલા ક્રિકેટર સાથે લંડનમાં ફરતો જોવા મળ્યો સચિનનો દીકરો અર્જુન તેંદુલકર, યુઝર્સે કહ્યું નસીબ હોય તો આવા

ટીમ ઇન્ડિયા આ દિવસોમાં ઇંગ્લેન્ડમાં છે, જ્યાં ટેસ્ટ, ટી20 અને વનડે સીરીઝ રમવાની તૈયારી થઇ રહી છે. પ્લેયર્સ ઉપરાંત ઘણા અન્ય સ્ટાર્સ પણ આ દિવસોમાં ઇંગ્લેન્ડ પહોંચ્યા છે. જેમાંથી એક છે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરનો પુત્ર અર્જુન તેંદુલકર.ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરનો પુત્ર અર્જુન તેંદુલકર સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. આઈપીએલની છેલ્લી સિઝનમાં તેને રમવાની તક મળી ન હતી, પરંતુ લોકો દરેક મેચ પહેલા તેના રમવાની અટકળો ચોક્કસ લગાવતા હતા.

મુંબઈ દ્વારા રણજી ટ્રોફીની મેચોમાં અર્જુનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ દિવસોમાં તે ઈંગ્લેન્ડમાં રજાઓ માણી રહ્યો છે. અર્જુન ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ યાટ સાથે લંચ ડેટ પર ગયો હતો.ડેનિયલે વર્ષ 2014માં ટ્વિટર પર શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. ઈંગ્લેન્ડની મહિલા ટીમની આ મહત્વની સભ્ય અર્જુનની સારી મિત્ર છે. બંને લંડનમાં સાથે ફરવા જઈ રહ્યા છે. ડેનિયલ યાટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અર્જુનની તસવીર મૂકી છે.

તસવીરમાં જોઇ શકાય છે કે, અર્જુન રેસ્ટોરન્ટમાં જમવાની મજા માણી રહ્યો છે. ડેનિયલની આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. બંને લાંબા સમયથી મિત્રો છે અને બંને એકબીજાના વખાણ કરતા રહે છે. ડેનિયલ અર્જુનની બોલિંગની ચાહક છે. તેણે 2020માં કહ્યું હતું કે અર્જુનની બોલિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે અને તેને રમવામાં મુશ્કેલી પડી રહી છે.આ વર્ષે આઈપીએલમાં અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. જોકે તેને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી.

ઘણી વખત એવું લાગતું હતું કે તેનું ડેબ્યુ થઈ શકે છે, પરંતુ અર્જુનની રાહ વધતી જ રહી. બીજી તરફ ડેનિયલની વાત કરીએ તો આ 31 વર્ષની મહિલા ક્રિકેટર ઈંગ્લેન્ડની મોટી સ્ટાર છે. ડેનિયલ ઈંગ્લેન્ડ માટે 93 મેચ રમી છે, જેમાં તેણે લગભગ 1500 રન અને 27 વિકેટો નોંધાવી છે. જ્યારે 124 T20 મેચમાં ડેનિયલના નામે 2 હજાર રન અને 46 વિકેટ છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ડેનિયલ પણ ઈંગ્લેન્ડ-A ટીમનો ભાગ હતી, તેણે અહીં માત્ર 8 રન બનાવ્યા હતા.

Shah Jina