3 બાળકોની માતા સાવિત્રી પટેલે કરી પતિની ધારદાર હથિયારથી ગળુ કાપી હત્યા, રડતા રડતા પોલિસને કહ્યુ- પતિ લાપતા છે…પછી આવી રીતે ખુલ્યુ રાઝ

સાવિત્રી પટેલે પતિની કરી હત્યા : રડતા રડતા દામોદ પોલિસ સ્ટેશન પહોંચી પત્ની, બોલી- એ લાપતા થઇ ગયા પણ હોશિયાર પોલીસે….

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે અંગત અદાવતમાં કોઇની હત્યા કરી દેવામાં આવી છે, તો ઘણીવાર એવું બને છે કે લગ્નેતર સંબંધને કારણે પતિ અથવા પત્ની બંનેમાંથી કોઇ તેમના જ જીવનસાથીની હત્યા કરી દેતા હોય છે.ત્યારે હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક મહિલા કે જે ત્રણ બાળકોની માતા છે, તેણે તેના પ્રેમી સાથે મળી તેના પતિની ધારદાર હથિયારથી ગળુ કાપી હત્યા કરી દીધી. આ ઘટના 28 જૂનના રોજ બની હતી, જ્યારે આનો ખુલાસો 3 જુલાઇના રોજ થયો હતો. આ મહિલાનું છેલ્લા ચાર વર્ષથી તેના પ્રેમી સાથે અફેર હતુ.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

હત્યા બાજ મહિલા રડતા રડતા પતિના ગુમ થયાનો રીપોર્ટ લખાવવા પોલિસ સ્ટેશન પહોંચી હતી. પોલિસે કોલ ડિટેલ શોધી તો આ મામલાનો ખુલાસો થયો. આરોપી પ્રેમી મહિલાના પતિનો મિત્ર પણ હતો. આ ઘટના મધ્યપ્રદેશના દમોહની છે.  પોલિસે જણાવ્યુ કે, 28 જૂનના રોજ મિર્ઝાપુર ગામમાં રહેનારી સાવિત્રી પટેલ પોલિસ સ્ટેશન પહોંચી હતી અને તેણે પોલિસને કહ્યુ કે, તેનો પતિ બલ્લૂ પટેલ રાતથી ઘરે આવ્યો નથી. જે બાદ પોલિસે તપાસ શરૂ કરી અને ત્યારે બપોરે ખેતરમાં તેની લાશ મળી આવી હતી. પોલિસે હત્યાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તપાસ દરમિયાન પોલિસે મૃતકની પત્ની સાવિત્રી સાથે પૂછપરછ કરી અને ત્યારે તે પોલિસને ગુમરાહ કરવા માટે વારંવાર નિવેદન બદલતી હતી. આના પર પોલિસને શક થયો અને તેના આધારે પોલિસે કોલ ડિટેલ નીકાળાવી તો ખબર પડી કે સાવિત્રી કોઇ હલ્લે રૈકવાર સાથે સતત વાત કરતી હતી. જ્યારે હત્યાનો બનાવ બન્યો એ દિવસે પણ તેની વાત થઇ હતી. જે બાદ સામે આવ્યુ કે, બલ્લૂ જેની સાથે સાવિત્રી વાત કરી રહી હતી તે બલ્લૂ પટેલનો જીગરી મિત્ર હતો. પોલિસે બંનેના અલગ અલગ નિવેદન લીધા અને પછી કડકાઇથી પૂછપરછ કરી તો હલ્લેએ વારદાત કબૂલી.સાવિત્રીએ પોલીસને જણાવ્યું કે તેને ત્રણ બાળકો છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

સૌથી મોટો પુત્ર 9 વર્ષનો છે. બલ્લુ વ્યવસાયે ખેડૂત હતો. તેને દારૂનું વ્યસન હતું. દારૂના નશામાં તે દરરોજ તેને અને બાળકોને મારતો હતો. આ વાતથી તે પરેશાન થઈ ગઈ હતી. હલ્લે રૈકવાર અને બલ્લુ બેસ્ટ ફ્રેન્ડ હતા. જેના કારણે તેનું ઘરે આવવા જવાનું રહેતુ હતું. આ દરમિયાન સાવિત્રીનું અફેર હલ્લે સાથે થયું. તેમની વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. સાવિત્રી અને હલ્લે સાથે રહીને સ્થાયી થવા માંગતા હતા. આ દરમિયાન તેમના પ્રેમમાં બલ્લુ અવરોધ બની રહ્યો હતો, જ્યારે બલ્લુને તેની જાણ પણ નહોતી.

તસવીર સૌજન્ય : ન્યુઝ18 ગુજરાતી

આ પછી બંનેએ બલ્લુને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું. 28 જૂનના રોજ બલ્લુનો ગામના જ કોઈ વ્યક્તિ સાથે વિવાદ થયો હતો. તે એક સંબંધીના લગ્નમાં ગયો હતો. પત્નીએ આ માહિતી પ્રેમીને આપી હતી. આ પછી પ્રેમીએ મોડી રાત્રે બલ્લુને ફોન કરીને ખેતરમાં બોલાવ્યો અને બંનેએ દારૂ પીધો. જે પછી બલ્લુ સૂઈ ગયો ત્યારે હલ્લેએ તેનુ તિક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નાખ્યું. પોલિસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને જેલના હવાલે કરી દીધા છે.

Shah Jina