મિસિસ પટેલ થઇ દલજીત કૌર, પટેલ યુવક સાથે હિંદુ રીતિ-રિવાજ સાથે પંજાબી કુડીએ કર્યા લગ્ન ! દીકરાનો હાથ થામી પહોંચી મંડપમાં

પટેલ યુવક સાથે હિંદુ રીતિ-રિવાજ સાથે પંજાબી સુંદર કુડીએ કર્યા લગ્ન!- જુઓ બધા ફોટાઓ

ટીવી અભિનેત્રી દલજીત કૌર અને નિખિલ પટેલ હવે એકબીજાના થઇ ચૂક્યા છે. અભિનેત્રી મહિનાઓથી આ પળની રાહ જોઇ રહી હતી અને તે આને લઇને એક્સાઇટેડ પણ હતી અને સાથે નર્વસ પણ હતી. ત્યારે હવે દલજીત અને નિખિલ બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. અભિનેત્રીએ તેના ડ્રીમી વેડિંગની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે વાયરલ પણ થઈ રહી છે.

તસવીરોમાં દલજીત કૌર રેડ અને વ્હાઇટ સુંદર કોમ્બિનેશન લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. દલજીત કૌરે નિખિલ પટેલ સાથે 18 માર્ચે મુંબઈમાં લગ્ન કર્યા હતા અને આ લગ્નમાં કપલ અદ્ભુત દેખાઈ રહ્યું હતુ. દલજીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્ન સાથે સાથે પ્રી વેડિંગ સેરેમનીની પણ ઘણી તસવીરો શેર કરી હતી. બ્રાઇડલ લુકની વાત કરીએ તો, તેણે વ્હાઇટ લહેંગા સાથે રેડ દુપટ્ટો કેરી કર્યો હતો.

અભિનેત્રીએ લગ્નની તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું, ‘એક નવો અધ્યાય શરૂ થયો છે…’ લગ્નની તસવીરમાં દલજીત કૌરના દીકરા સાથે તેની સાવકી પુત્રી પણ જોવા મળી હતી. દલજીતે કેપ્શનમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ પટેલ.’ પણ લખ્યુ હતુ. લગ્ન પહેલા એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના જીવનની આ મોટી ક્ષણ વિશે ખુલીને વાત કરી. દલજિતે કહ્યું હતું કે, ‘મેં વિચાર્યું હતું કે મોટા દિવસ પહેલા મારી પાસે ઘણો સમય છે,

પરંતુ અચાનક સમય ઝડપથી પસાર થઈ જશે અને ખબર પડશે કે આવતીકાલે તો લગ્ન છે. અભિનેત્રીએ આગળ કહ્યું, ‘આ મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે… જેનો હું ખુલ્લેઆમ આનંદ માણી રહી છું. તેણે કહ્યું કે મેં જે પણ નિર્ણય લીધો છે તે મારા પુત્ર જેદોન અને નિખિલ અને તેમની પુત્રીઓ માટે યોગ્ય છે. લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દલજીત કૌર તેના દીકરાનો હાથ પકડી મંડપમાં પહોંચતી જોવા મળી રહી છે.

દિલજીત જ્યારે ફૂલોની ચાદર નીચે મંડપ તરફ જાય છે, ત્યારે તે દીકરા જેદોનનો હાથ પકડીને જતી જોવા મળે છે. દલજીત કૌર અને નિખિલ પટેલે લગ્ન પછી ઇટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેમની આગામી સફર, પરિવાર અને ફેરફારો વિશે વાત કરી હતી. આ સાથે કપલે પણ ખુશી વ્યક્ત કરી કે તેઓ એક સંપૂર્ણ પરિવાર બની ગયા છે. દલજીત કૌરના પતિ નિખિલ પટેલે કહ્યું, ‘અમે ખૂબ ખુશ છીએ.

હું આ નવી સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છું. જ્યારે દલજીતે તેને સુંદર લાગણી ગણાવી. દલજીત કૌરે કહ્યું, “જ્યારે જીવન તમને બીજી તક આપે છે, ત્યારે તમે તેને વધુ મહત્વ આપો છો અને જોખમો અને જવાબદારીઓને જાણો છો.” અભિનેત્રીના લગ્નમાં ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના, સનાયા ઈરાની, સુનૈના ફોજદાર, પ્રણિતા પંડિત, રિદ્દી ડોગરા અને અન્ય ઘણા લોકો પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

દલજીત કૌરે પહેલા બિગબોસ ફેમ શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા પરંતુ બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. હવે તેના લગ્ન નિખિલ પટેલ સાથે થયા છે, જેને પહેલા લગ્નથી બે પુત્રીઓ છે. હવે દલજીત તેના પુત્ર સાથે આફ્રિકા શિફ્ટ થશે અને બાદમાં યુકેમાં તેની દુનિયા સેટલ કરશે.

Shah Jina