“ઘરડા સાથે લગ્ન કેમ કર્યા ?” પતિ પર ઉઠ્યા સવાલ તો ચૂપ ના રહી દલજીત, ફેમસ હિરોઈને આપ્યો જડબાતોડ જવાબ

“વૃદ્ધ સાથે લગ્ન કેમ કર્યા?” નવા નવા પતિને લઈને યુઝર્સે કર્યા સવાલ, ફેમસ હિરોઈને આપ્યો જડબાતોડ જવાબ

Daljeet kaur asked why she married old man : બોલીવુડના સિતારાઓની જેમ ટીવીના કલાકારો પણ હંમેશા તેમની પ્રોફેશનલ લાઈફ ઉપરાંત તેમની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આ કલાકારોનું પણ મોટું ફેન ફોલોઇંગ હોય છે અને તેમને સોશિયલ મીડિયામાં અનુસરતા હોય છે, ત્યારે તેમના જીવન સાથે જોડાયેલી બાબતોન લઈને પણ તે અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે તો ઘણીવાર તેમને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.

ત્યારે હાલ ટીવીની ખ્યાતનામ અભિનેત્રી દલજીત કૌરના જીવનમાં પણ ખુશીઓ આવી છે. દલજીતે હાલમાં જ બીજા લગ્ન કર્યા છે અને તે પરિવાર સાથે વિદેશમાંથી પણ સ્થાયી થઇ ગઈ છે. ત્યારે ત્યારે તેના પતિ નિખિલ પટેલને લઈને ઘણા લોકો તેને ઇન્સ્ટા સ્ટોરી દ્વારા સવાલ પણ પૂછતાં રહેતા હોય છે.

ત્યારે હાલમાં જ દલજીત કૌરને એક ચાહકે એવો સવાલ કરી લીધો કે તેને જવાબ આપવા માટે મજબુર થવું પડ્યું અને તેને ચાહકને જડબાતોડ જવાબ પણ આપી દીધો. એક ચાહકે તેને પૂછ્યું કે “ઘરડા સાથે લગ્ન કેમ કર્યા ?”  ત્યારે પતિ પર ઉઠાવેલા આ સવાલને લઈને અભિનેત્રીએ ખુબ જ શાનદાર જવાબ આપ્યો હતો.

દલજીતે કહ્યું કે, “કારણ કે હું પણ ઘરડી છું, તેથી મેં એક વૃદ્ધ સાથે લગ્ન કર્યા છે. અમે સંપૂર્ણ મેચ છીએ.” આ જવાબમાં નિખિલે કહ્યું “અમે ઘરડા નથી. અમારી પાસે જીવનનો ઘણો અનુભવ છે. ઉંમર કોઈ બાધ નથી.” દલજીતે કહ્યું “અમે જીમમાંથી પાછા આવી રહ્યા છીએ. આપણે આપણી જાતને જાળવી રાખવા માંગીએ છીએ. અમે અમારા બાળકો અને એકબીજા સાથે ખૂબ જ ખુશ છીએ.”

ત્યાં વૃદ્ધ, યુવાન, ખૂબ જ યુવાન કંઈ નથી હોતું . લોકો અમને ઘરડા અને વૃદ્ધ ખહે છે. પરંતુ અમે બંને સાથે ખૂબ જ ખુશ છીએ. દલજીત કૌર નફરત કરનારાઓને જડબાતોડ જવાબ આપવામાં કોઈ કસર છોડતી નથી. તે જ ચાહકો સાથેની ચર્ચાને કારણે, દિલજીતે સ્પષ્ટ કર્યું કે તે તેના બીજા લગ્ન પછી ગર્ભાવસ્થા વિશે વિચારી રહ્યો નથી. દલજીત કહે છે કે તે 3 બાળકો સાથે ખુશ છે. હવે તે પરિવાર સાથે જીવનનો આનંદ માણવા માંગે છે.

Niraj Patel