યાત્રાધામ ડાકોરમાંથી આવી ફિલ્મ “કેરેલા સ્ટોરી” જેવી ઘટના, અબ્દુલ્લાએ પોલીસકર્મીની દીકરીને પ્રેમજાળમાં ફસાવી ક્યાંયની ના રાખી, આખરે કર્યું મોતને વહાલું

હિંદુ યુવતીએ રડી રડીને કહ્યું ‘હું તને પગે પડું છું, મને માફ કરી દે હું મરી જઇશ. આજે તો હું નહીં બચું, પોલીસકર્મીની લાડલીએ મોતને વહાલું કરી દીધું

Dakor policeman’s daughter commits suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના મામલાઓ પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી હોવાના સામે આવતા હોય છે, પરંતુ હાલ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાંથી ફિલ્મ “કેરેલા સ્ટોરી” જેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક મુસ્લિમ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી. જયારે યુવતીએ પ્રેમ સંબંધો તોડી નાખ્યા ત્યારે યુવકે યુવતીને હેરાન કરવાનું શરૂ કરતા યુવતીએ આપઘાત કરી લીધો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહીસાગર જિલ્લાના વતની અને હાલ ડાકોર પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા એક પોલીસકર્મી રણજીતસિંહ બળવતસિંહ બારૈયાની દીકરી નડિયાદ નર્સીંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આ દરમિયાન તેની મુલાકાત નડિયાદ પાસે આવેલા ચાંગાના અબ્દુલ્લા અકબર મોમીન નામના યુવક સાથે થઇ હતી, અને તેમની આ મુલાકાત પ્રેમ સંબંધો તરફ આગળ પણ વધી ચુકી હતી.

ત્યારે પોલીસકર્મીની દીકરીને સાચા ખોટાનું ભાન થતા તેને અબ્દુલ્લા સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો, પરંતુ અબ્દુલ્લા તેના કોઈ બીજા સાથે સંબંધો છે તેમ કહીને તેને વારંવાર હેરાન પણ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીના પરિવારમાં કોઈ લગ્ન પ્રસંગ હોય આખો પરિવાર વતન જવા માટે રવાના થયો હતો, પરંતુ દીકરીને પરીક્ષા હોવાના કારણે તે ઘરે જ રોકાઈ હતી.

પરિવાર દીકરીને હાલચાલ પૂછવા માટે પણ તેને સતત ફોન કરતો હતો, ત્યારે ગત 12 મેના રોજ દીકરીએ ફોન ના ઉઠાવતા પરિવારે પાડોશીને ફોન કરીને દીકરી સાથે વાત કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ પાડોશીએ દરવાજો ખખડાવતા તેને દરવાજો ખોલ્યો નહોતો, જેના બાદ પરિવારના કહેવાથી તેમને દરવાજો તોડીને અંદર જોયું તો દીકરી ફાંસીના ફંદે લટકતી જોવા મળતી હતી. જેના કારણે પરિવાર તાત્કાલિક ડાકોર દોડી આવ્યો હતો.

(પ્રતીકાત્મક તસ્વીર)

દીકરીના આપઘાત બાદ પરિવારે વિધિ વિધાન સાથે તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા અને જયારે પિતાએ ઘરે આવીને દીકરીનો ફોન જોયો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. દીકરીના ફોન પર એક નંબરથી વારંવાર ફોન આવી રહ્યા હતા. સાથે જ તેમાં કોલ રેકોર્ડિંગ પણ હતા. જેમાં જાણવા મળ્યું કે અબ્દુલ્લા નામનો યુવક દીકરીને વારંવાર હેરાન કરી રહ્યો હતો. રેકોર્ડિંગમાં ઘણા બધા ખુલાસા થયા.

(પ્રતીકાત્મક તસ્વીર)

યુવક કહેતો હતો કે, “તારે છોકરા જોડે શું હતું ? સાહેબને કહી દઇશ અને તને રસ્ટીકેટ કરાવી દઇશ “, “તું આજે રજા પાડું છું કે નહીં ? તને બરબાદ કરીને છોડીશ”, “મારો ફોન એક રીંગમાં ઉઠાવી લેજે, નહિ તો તારા પપ્પાને પણ મેસેજ કરીશ”. “તું ડેટા ઓન ના કરતી, મારા દેખતા મરી જા.”  ત્યારે પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel