મોડાસાના 5 મહિનાનો માસુમ પીડાઈ રહ્યો છે ગંભીર બીમારીથી, સારવાર માટે છે 16 કરોડના ઇન્જેક્શનની જરૂર, મદદ માટે સોશિયલ મીડિયામાં પડી હાંકલ

આપણા દેશની અંદર ઘણા બધા એવા બાળકો છે જે આજે પણ એવી એવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે જેમની સારવાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, અને યોગ્ય સારવાર ના મળવાના કારણે તે જિંદગીનો જંગ પણ હારી જતા હોય છે, પરંતુ કહેવાય છે કે સોશિયલ મીડિયામાં ખુબ જ તાકાત રહેલી છે અને એવી જ તાકાત લોકોએ ધૈર્યરાજ માટે બતાવી હતી અને તેની સારવાર માટે 16 કરોડની રકમ પણ એકથી કરી અને તેને નવું જીવનદાન આપ્યું હતું.

ત્યારે હાલ ધૈર્યરાજ જેવી જ બીમારીથી વધુ એક બાળક પીડાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ બાળક મોડાસાના ટીંટોઈ ગામના રહેવાસી 5 મહિનાના દૈવિક સોની છે. દૈવિકને ઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી SMA-1 નામની ગંભીર બીમારી થઈ છે. તેના ઈલાજ માટે અમેરિકાથી 16 કરોડના ઇન્જેક્શનની સખ્ત જરૂર છે.

દૈવિકના ઈલાજ માટે સોશિયલ મીડિયામાં પણ હાંકલ પડી છે. તેની પોસ્ટ ઘણા લોકો દ્વારા શેર કરી અને દૈવિકની સારવારમાં મદદ કરવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી છે. તેના પરિવાર દ્વારા પણ લોકોને મદદ કરવા માટે આહવાન આપવામાં આવ્યું છે અને ઘણા લોકો આ દૈવિકને મદદ કરવા માટે આગળ પણ આવ્યા છે.

દૈવિકના પિતા દેવાંગભાઈ બિપીનભાઈ સોની સોનીકામ કરીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરે છે. ત્યારે 5 મહિનાના દીકરાની આ બીમારીને લઈને તે પણ ખુબ જ ચિંતિત છે. દૈવિક જન્મ બાદ શરૂઆતમાં હસતો રમતો હતો, પરંતુ થોડા સમય બાદ તેના હાથ પગે હલન ચલન કરવાનું બંધ કરી દીધું, જેના કારણે ચિંતામાં આવેલા માતા પિતાએ મોડાસાની હોસ્પિટલમાં તેની બીમારી વિશે પૂછ્યું.

જેના બાદ મોડાસાની ખાનગી હોસ્પિટલના ડોકરને દૈવિકમાં કોઈ અલગ પ્રકારના લક્ષણો હોય રોપોર્ટ કરવા માટે અમદાવાદ મોકલ્યા જ્યાં બે મહિના પહેલા તેને મસ્ક્યુલર એસ્ટ્રોફી SMA-1 નામની ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું હતું. જેની સારવાર પણ ખુબ જ મોંઘી હોય અને અમેરિકાથી મંગાવવામાં આવેલું 16 કરોડનું ઇન્જેક્શન તેને મળે તો તેનો જીવ બચી શકે તેમ છે.

દીકરાની બીમારી વિશે જાણીને માતા પિતા બંને તૂટી ગયા હતા. પરંતુ પરિવાર અને સ્નેહીજનોની હૈયાધારણ અને સોશિયલ મીડિયા તેમજ NGO દ્વારા મદદ માંગવા માટે હિંમત ભરવામાં આવી હતી, જેના બાદ તેમને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો, NGO અને ફેસબુક પેજ દ્વારા મદદ માંગવાની શરૂ કરી છે. જેમાં ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે.

તમે પણ દૈવિકનો જીવ બચાવવા માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે મદદ કરી શકો છો. તેને મદદ કરવા માટે તમે નીચેની લિંક ઉપર ક્લિક કરી અથવા આપેલા એકાઉન્ટ નંબર ઉપર વિવિધ માધ્યમો દ્વારા ડોનેટ કરી શકો છો.

  • https://www.impactguru.com/fundr…/help-daivik-devang-kumar
  • Bank Name: RBL Bank
  • Account Number : 2223330048331263
  • Account Name : Daivik Devang
  • IFSC Code : RATN0VAAPIS
  • (The digit after N is Zero)
  • For UPI Transaction: assist.igsoni26@icici
  • જો આપને વધારે માહિતીની જરૂર હોય તો નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.
  • નામ : દેવાંગભાઈ સોની, ગામ : ટીંટોઈ, તાલુકો : મોડાસા, જિલ્લો : અરવલ્લી.
  • મોબાઇલ નંબર : 9408011502, 9904599972, 7016660611, 9727484648
  • Whatsapp નંબર : 9408011502
Niraj Patel