ગરબા લેવામાં આ દાદી આગળ ભલભલા યુવાનો પણ ટૂંકા પડે, વીડિયો જોઈને જ પરસેવો છૂટી જશે

નવરાત્રિનું નામ સાંભળતા જ આપણી સામે ગરબે રમતા ખૈલેયાઓ આવી જાય છે. ખાસ કરીને ગુજરાતમાં ગરબાનો ખુબ ક્રેઝ છે. ગુજરાતી લોકો દેશ વિદેશમાં ગમે ત્યા રહેતા હોય પરંતુ નવરાત્રિના સમયે ગરબા તો રમે જ છે. આજે ગુજરાતના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

જો કે આપણે મોટા ભાગે યુવાનોને ગરબે રમતા જોઈએ છીએ પરંતુ ગરબે રમવામાં આપણા વડિલો પણ કઈ ઓછા નથી. સંગીતના તાલે આપણા વડિલો પણ ધૂમ મચાવી દે છે. હવે આવા જ એક દાદીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે યુવાનોની જેમ સ્ફુર્તિથી ગરબે રમી રહ્યા છે. હાલમાં આ વીડિયોએ સમગ્ર ભારતમાં ધૂમ મચાવી દીધી છે.

દાદીનો જોવા મળ્યો અનોખો અવતાર
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે એક વૃદ્ધ મહિલા ગુજરાતી ગીત પર ગરબે રમી રહ્યા છે. તેમની સ્ફૂર્તિ એવી છે કે તેમની સામે ભલભલા યુવાનો પણ ટૂંકા પડે. લોકો પ્રેમથી તેમને દાદી બોલાવે છે. ઢોલિડા ગીત પર દાદીએ કોરિયોગ્રાફર સાથે ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. લોકો દાદીના ગરબાને ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by garba lovers (@garba_.lover)

સોશિયલ મીડિયા પર ગરબાનો વીડિયો વાયરલ
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ દાદીનો વીડિયો નવરાત્રિ પર વાયરલ થયો હતો. આ ગુજરાતી દાદી દરેક નવરાત્રિ પર આ રીતે માતાના ગરબા રમે છે. આ ઉપરાંત આ દાદીમાં કેટલાક મહિના પહેલા કોરિયોગ્રાફર ધર્મેશના શોમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં તેમણે ધર્મેશ સર અને માધુરી દિક્ષીત સાથે ગરબા લીધા હતા. આ દાદીના સ્ટેપની ઈન્સ્ટાગ્રામ પર ઘણી રીલ્સ બની છે, જે ખુબ વાયરલ પણ થઈ છે. તેમનું પર્ફોમન્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર garba lovers નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. લોકો મોટા પ્રમાણમાં આ વીડિયોને લાઈક,શેર, અને કોમેન્ટ કરી રહ્યા છે.

YC