દાદીએ પૌત્ર સાથે જિંગલ જિંગલ પર કર્યો ધાસું ડાન્સ, વીડિયો જુઓ, તમારો થાક ઉતરી જશે

Desi Dadi Dance: આમ તો મોટા ભાગે સોશિયલ મીડિયા પર યુવાનો અવનવા વીડિયો શેર કરતા હોય છે. પરંતુ હવે સમય બદલાયો છે. યુવાનોની સાથે સાથે ઘરના વડિલો પણ મોજ મસ્તિ માટે વીડિયો બનાવી રહ્યા છે. આપણે સોશિયલ મીડિયા પર એવાં ઘણા વીડિયો જોઈએ છીએ કે જેમાં વૃદ્ધ લોકો સ્પોર્ટ્સ બાઈક ચલાવતા હોય છે કે પછી ડાન્સ કરતા હોય છે. આમેય એક કહેવાય છે ને કે, ઉંમર તો એક નંબર છે, વ્યક્તિ દિલથી જવાન હોવો જોઈએ.

હવે તાજેતરમાં જ એક દાદી અને પૌત્રનો વીડિયો વાયરલ થયો છે. બન્ને ભેગા મળીને જિંગલ જિંગલ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ રિલ્સ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. નોંધનિય છે કે, સેલિબ્રિટીથી લઈને ઈન્ફ્લુએન્સર સુધી બધા લોકો ટ્રેન્ડિગ રૈપ માય મની ડોંટ જિંગલ જિંગલ પર રીલ બનાવી રહ્યા છે. હવે દાદી-પૌત્રની જોડીએ આ વાયરલ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે. આ વીડિયોમાં દાદી કુલ અંદાજમાં પોતાના પૌત્ર સાથે ડાન્સ સ્ટેપ્સ કરતા જોવા મળે છે.

વાદળી સાડી પહેરલા દાદી પોતાના પૌત્ર સાથે તાલથી તાલ મિલાવી અદભુત સ્ટેપ કરી રહ્યા છે. દરેક લોકો તેમના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે. આ આખા વિડિયોમાં તે જબરદસ્ત સ્માઈલ અને એક્સપ્રેશન આપતા જોવા મળે છે. અક્ષય પાત્ર નામના પૌત્ર અનેકવાર ઈન્સ્ટાગ્રામ આવા વીડિયો શેર કરે છે,જેમાં પોતાની દાદી સાથે ડાન્સ કરતા જોવા મળે છે. તે એક કન્ટેટ ક્રિએટર છે, જેના ઈન્સ્ટાગ્રામ પર 387Kથી વધુ ફોલોઅર્સ છે. તેમણે વીડિયો શેર કરતી વખતે લખ્યું, યે મ્યૂઝિક.

 

View this post on Instagram

 

A post shared by Akshay Parthasarathy (@akshay_partha)

આ વીડિયો વાયરલ થતા જ લોકો આ દાદીના ખુબ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લાઈક્સ મળી ચૂકી છે. લોકો આ વીડિયો પર રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું,OMG તે કેટલી પ્યારી છે, તો બીજાએ લખ્યું, બહુ પ્યારી દાદી, ખુબ પ્રેમ. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું, સો ક્યૂટી… કદાચ મારી પાસે પણ આવી પ્યારી દાદી હોત.

YC