હેલનના ગીત ‘પિયા તૂ અબ તો આજા…’ પર દાદીએ કર્યો એવો ધાંસૂ ડાંસ કે પાર્ટીમાં બધાને કરી દીધા સાઇડ- જુઓ વીડિયો

‘પિયા તૂ અબ તો આજા…’ ગીત પર દાદીએ કર્યો કમાલનો ડાંસ, જોઇ હિરોઇનો પણ શરમાઇ ગઇ

Dadi Viral Dance Video : વૃદ્ધાવસ્થામાં લોકો માટે લાકડી વિના ચાલવાનું મુશ્કેલ બની જાય છે, તો નાચવાનું તો નામ જ ક્યાં લેવું. પણ સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે જોયા પછી વૃદ્ધાવસ્થા પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. બોલિવૂડની ડાન્સિંગ ક્વીન તરીકે જાણીતી હેલનની હાજરી કોઈપણ ગીતમાં જીવ લાવી દેતી હતી.

હેલન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રી હતી કે જેના ડાંસનો મુકાબલો કરવો સારા-સારાના બસની વાત નહોતી. બોલિવૂડ અભિનેત્રીઓ પણ ડાન્સમાં તેનો સામનો કરવાનું ટાળતી હતી. હેલનના ડાન્સનો કોઈ તોડ નહોતો. ત્યારે હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, તેમાં હેલનના ગીત પર એક દાદી એવો ડાન્સ કરી રહ્યા છે કે જોનારા જોતા જ રહી ગયા. સાડીમાં દાદીમાની ડાન્સિંગ સ્ટાઇલ મોહક છે.

એટલા માટે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક ફંક્શનનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે કોઈ ફેમિલી ફંક્શન છે અને મહિલાઓની ખૂબ જ ભીડ જોવા મળે છે. જ્યાં ડાન્સ મસ્તીનો તબક્કો પણ જોરોશોરોથી ચાલી રહ્યો છે. આ દરમિયાન એક દાદીએ એવો ચાર્મ બતાવ્યો કે આ દ્રશ્ય કાયમ માટે યાદગાર બની ગયું. વીડિયોમાં ઘણી મહિલાઓ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

તેમની વચ્ચે, એક વૃદ્ધ મહિલા સંપૂર્ણ ઊર્જા સાથે તેની કમર હલાવી રહી છે. હેલનના હિટ ગીત પિયા તુ અબ તો આજા પર દાદીની ડાન્સની સ્ટાઈલ એવી છે કે લોકો તેમને જોતા જ રહી જાય છે. દાદીમાનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. દાદીનો દમદાર ડાન્સ જોઈને લોકો તેમના વખાણ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina