આખરે કઈ રીતે થયું આ ખતરનાક એક્સીડંટ, મોટું કારણ આવી ગયુ સામે….2 લોકો તડપી તડપીને મર્યા

9 મિનિટમાં 20 કિલોમીટર દોડી હતી કાર, સુરક્ષિત મર્સીડીઝ હોવા છતાંય દેશના દિગ્ગજ બિઝનેસમેનનું કઈ રીતે એક્સીડંટ થયું, જાણો અંદરની વિગત

ટાટા સન્સના ચેરમેન રહી ચૂકેલા સાઈરસ મિસ્ત્રીનું ગત રવિવારે કાર એક્સીડેન્ટમાં મોત થયુ છે. પોલીસના આધારે શરૂઆતની તપાસમાં સામે આવ્યું હતું કે ગાડી ખુબ ઝડપી ગતિથી ચાલી રહી હતી. કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પાછળની સીટ પર બેઠેલા સાઇરસ અને તેના કો-પેસેન્જર જહાંગીર પંડોલેની મોત ઘટનાસ્થળે જ થઇ ચુકી હતી. તે સમયે સાઇરસ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા અને તેમની લગ્ઝરી કાર મુંબઈના પાલઘર જિલ્લામાં એક ડિવાઈડર સાથે અથડાઈ હતી.

પાલઘર જિલ્લાના અધિક્ષક બાલાસાહેબ પાટીલે કહ્યું કે,”અકસ્માત બપોરના 3 વાગ્યે થયો હતો. આ દુર્ઘટના સૂર્યા નદીના કિનારે બનેલા પુલ પર બની હતી જેમાં સાઇરસ અને જહાંગીરની મોત થઇ છે જ્યારે સ્ત્રીરોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે અને તેના પતિ ડેરિયસ પંડોલેનો જીવ બચી ગયો હતો, અને ઘટના બાદ બંનેને ગુજરાતના વાપીમાં એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જહાંગીરના ભાઈ ડેરિયસ ટાટા સમૂહના પૂર્વ સ્વતંત્ર નિદેશક હતા, જેણે ચેરમેન પદથી મિસ્ત્રીને હટાવવા પર વિરોધ કર્યો હતો.

અકસ્માતને જોનાર એક વ્યક્તિએ જણાવ્યું કે,”ગાડી એક મહિલા(અનાહિતા પંડોલે) ચલાવી રહી હતી, જેણે  ડાબી બાજુથી બીજી ગાડીને ઓવરટેક કરવાની કોશિશ કરી, પણ નિયંત્રણ ન રહેતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી”. ત્યારબાદ તપાસમાં સામે આવ્યું કે સાઇરસ અને જહાંગીરે સીટ બેલ્ટ બાંધ્યો ન હતો, અને ગાડી પણ ખુબ ઝડપથી ચાલી રહી હતી અને ડ્રાઇવરના ખોટા નિર્ણયને લીધે આ અકસ્માત સર્જાયો હતો.

આ સિવાય સાઈરસની લગ્ઝરી ગાડીએ પાલઘર જિલ્લાના ચરોટી જાંચ ચોકીને પર કર્યા બાદ માત્ર 9 મિનિટમાં 20 કિલોમીટર અંતર કાપ્યું હતું. ચરોટી જાંચ ચોકી પર લાગેલા સીસીટીવી ફુટેજ જોયા બાદ પાલઘર પોલીસને જાણવા મળ્યું કે બપોરના લગભગ 2.21 વાગે ગાડી ચોકીથી પસાર થઇ હતી અને દુર્ઘટના ત્યાંથી 20 કિલોમીટર આગળ બની હતી. મિસ્ત્રીની મોત તેના પરિવાર માટે બીજો આઘાત છે કેમ કે અમુક મહિના પહેલા જ મિસ્ત્રીના પિતા શાપુરજીનું નિધન થયું હતું.

Krishna Patel