અમદાવાદની અંદર થોડી જ વારમાં આવશે “તૌકતે”, સોરાષ્ટ્રમાં મચાવી ભારે તબાહી, જુઓ આ તબાહીની ભયાનક તસવીરો

“તૌકતે” વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે. ગુજરાતમાં વાવાઝોડા અને  ભારે વરસાદના કારણે દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાયા છે. જેમા કોટડા,માઢવાડ બંદર બેટમાં ફેરવાયા છે તો બીજી તરફ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ વૃક્ષો ધરાશાયી થતા અનેક રસ્તાઓ બ્લોક થયા છે. (તમામ તસવીરો સૌ. દિવ્યભાસ્કર)

તો ભાવનગરના ઘોઘાનો દરિયો વાવાઝોડાના પગલે તોફાની બન્યો છે. દરિયામાં 10 થી15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડું પસાર થયા બાદ પણ અસર ઓછી નથી થઈ.

તો થોડી જ વારમાં હવે તૌકતે વાવાઝોડું અમદાવાદ જિલ્લામાં પણ આવી પહોંચશે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન લોકોની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયું છે.

સુરતમાં ઓટો પર વૃક્ષ પડ્યું

તૌકતે વાવાઝોડું ગત રોજ રાત્રે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું. આ સાથે જ વાવાઝોડાના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં.

ઉનામાં કારની ઉપર ઝાડ પડતાં કચ્ચરઘાણ થયો.

વાવાઝોડાના કારણે વૃક્ષો અને થાંભલાઓ ધરાશયી થવાના કારણે મોટાભાગના રસ્તાઓ પણ બંધ થઇ ગયા છે. જ્યારે વીજપોલ પડવાને કારણે ઘણા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.

તપ જૂનાગઢના પ્રવેશ દ્વાર ઉપર જૂનાગઢની શોભા સમાન રાખવામાં આવેલી સિંહની પ્રતિમા પણ આ વાવાઝોડાના કારણે પડી ગઈ છે. તો જેતપુરમાં કાગવડની નજીક આવેલ વોટર પાર્કમાં પતરા ઉડ્યા હતા

ઉનામાં શહેરમાં ઈલેક્ટ્રિક ટીસી તૂટી પડ્યું હતું.

તો આ ઉપરાંત સુરતમાં પણ ઘણા સ્થળોએ વાવાઝોડાના કારણે ભારે તબાહીના દૃશ્યો જોવા મળી રહ્યા છે.

ભાવનગરમાં એકસાથે 5થી 7 વૃક્ષો પડતાં રસ્તો બંધ.

કોડિનાર નજીકના માઢવાડ બંદરે દરિયાના મોજા મકાનોને દસ્તક આપી રહ્યા છે. ત્યારે નીંચાણવાળા વિસ્તારોને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યા છે.

Niraj Patel