એરપોર્ટ પર પાણી-પાણી, મિચોંગ વાવાઝોડાથી તમિલનાડુમાં તબાહીનો મંજર, ભારે વરસાદને કારણે રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ- જુઓ કહેરની તસવીરો અને વીડિયો

ચક્રવાત મિચોંગનો કહેર : એરપોર્ટ લબાલબ, પત્તાની જેમ વહી ગઇ કારો, વરસાદ એટલો કો સમુદ્ર બની ગયુ ચેન્નાઇ શહેર

મિચોંગ તોફાનથી તમિલનાડુમાં ભારે વરસાદ, ચેન્નાઇ એરપોર્ટનો રનવે પાણીથી ભરાઇ ગયો- જુઓ વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતી તોફાન મિચોંગને કારણે તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુશળધાર વરસાદને પગલે ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વીજળી ડુલ થઈ ગઈ છે. આ ઉપરાંત ચેન્નાઈ એરપોર્ટ પર પણ પાણી પાણી થઇ ગયુ છે, જેના વીડિયો પણ સામે આવ્યા છે.

ચક્રવાત મિચોંગનો કહેર

ચક્રવાત મિચોંગના કારણે રાજધાની ચેન્નઈ સહિત તમિલનાડુના અનેક શહેરોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ચારે બાજુ માત્ર પાણી જ દેખાય છે. રસ્તાઓ ઘૂંટણ સુધી પાણીમાં ગરકાવ હોવાથી લોકોને અવરજવરમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તોફાન મિચોંગના કારણે આજે અને આવતીકાલ ખૂબ જ મુશ્કેલ દિવસો હોઈ શકે છે, આવી સ્થિતિમાં સરકારની સાથે સાથે વહીવટીતંત્ર પણ સંપૂર્ણ રીતે એલર્ટ છે.

એરપોર્ટ પર પાણી-પાણી, પ્લેનના પણ પૈડા પાણીમાં ડૂબ્યા

સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં વરસાદનો કહેર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, રસ્તાઓ પર માત્ર પાણી જ પાણી દેખાય છે, આકાશમાંથી પડી રહેલા આ આફતના વરસાદે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. એરપોર્ટની અંદર સર્વત્ર પાણી છે, ભારે પવન અને ભારે વરસાદને કારણે ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે.

ભારે પવન અને ભારે વરસાદને કારણે ફ્લાઈટ્સ પણ રદ

એરપોર્ટની અંદરનો વીડિયો જોઇ કોઇ પણ અંદાજ લગાવી શકે કે વરસાદની ગતિ કેટલી હશે. અંદર પાર્ક કરેલી બસો પાણીમાં છે, જ્યારે પ્લેનના પૈડા પણ પાણીમાં ડૂબી ગયા છે. બીજી તરફ જોરદાર પવન ફૂંકાતા હોવાના પણ વીડિયો સામે આવી રહ્યા છે. પવનની ગતિ એટલી વધારે છે કે વૃક્ષો પણ ખરાબ રીતે હલી રહ્યા છે. આ સીન કોઈ ફિલ્મી સીનથી ઓછો નથી લાગી રહ્યો.

નીચાણવાળા વિસ્તારોની સાથે શહેરની પોશ કોલોનીઓની પણ હાલત ખરાબ

બીજી તરફ ચેન્નાઈના નીચાણવાળા વિસ્તારોની સાથે શહેરની પોશ કોલોનીઓની પણ હાલત ખરાબ છે. બિલ્ડિંગની ચારેબાજુ પાણી જ પાણી દેખાય છે. નજીકમાં પાર્ક કરેલી કાર પાણીમાં પત્તાની જેમ તરી રહી છે. વરસાદના કારણે રસ્તા પર નદીની જેમ પાણી પાણી જ છે. જો કે, પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.

NDRFની ઘણી ટીમો તૈનાત

NDRFની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે જે લોકોની મદદ કરી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોની મદદ માટે સરકારે ડિઝાસ્ટર કર્મચારીઓને તૈનાત કર્યા છે. આ ઉપરાંત લોકો માટે રાહત કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. સરકારે પ્રશાસનને જરૂરીયાતમંદ લોકોને તમામ સંભવ મદદ કરવા માટે સૂચનાઓ જારી કરી છે.

પીએમ મોદી રાખી રહ્યા છે સ્થિતિ પર નજર 

બીજી તરફ ચેન્નાઈ હવામાનશાસ્ત્ર અનુસાર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમ જિલ્લામાં વિશેષ ચેતવણી જારી કરવામાં આવી છે. તેમજ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સાથે જ પીએમ મોદી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે અસરગ્રસ્ત રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina