વાળ કાપવા વાળાએ સલૂનમાં વગાડ્યું સલમાન ખાનનું એવું દુઃખ ભરેલું ગીત, કે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો ગ્રાહક, વીડિયો જોઈને પેટ પકડી લેશો

સોશિયલ મીડિયાની અંદર રોજ અલગ અલગ વિષયો ઉપર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો જોઈને આપણે નવાઈ પણ પામીએ છીએ અને ઘણા વીડિયો જોઈને આપણને હસવું પણ આવે છે, પરંતુ હાલમાં જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે એ જોઈને તમને પણ હસવું આવશે.

મોટાભાગે આપણે જ્યા સલૂનમાં વાળ કપાવવા કે દાઢી કરાવવા માટે જઈએ છીએ ત્યારે વાળ કાપવા વાળા સલૂનમાં ગીતો વગાડતા હોય છે. પરંતુ આ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળ્યું કે એક ભાઈ સલુનમાં દાઢી કરાવવા માટે જાય છે અને વાળ કાપવા વાળો જેવું એક ગીત વગાડે છે કે ગ્રાહક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જાય છે.

વાળ કાપવા વાળો સલમાન ખાનનું  “કૈસા સિલા દિયા” ગીત વગાડે છે અને તે ભાઈ સેવિંગ કરાવવાના બદલે ટેબલ ઉપર માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ મજેદાર વીડિયોને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી ગયો છે. દરેક લોકો તેમના મિત્રો અને પરિવારના સભ્યોને ફોરવર્ડ કરી રહ્યા છે. લોકો આ વીડિયોનો ઉપયોગ મીમ્સના રૂપમાં પણ કરી રહ્યા છે. આના પર કેટલાક યુઝર્સ ભાવુક પણ થઈ ગયા હતા. તે કહે છે કે ગરીબ વ્યક્તિને તેનો તૂટતો પ્રેમ યાદ આવ્યો. આ વીડિયો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel