ભરૂચના દરિયામાં થયો અદભુત ચમત્કાર, માછીમારોને મળ્યું અદ્ભૂત શિવલિંગ, જોવા માટે ઉમટી રહ્યા છે લોકોના ટોળા, વીડિયો વાયરલ

ચમત્કાર! ગુજરાતના દરિયામાંથી મળી આવ્યું તરતું 100 કિલોનું શિવલિંગ, દર્શન માટે ઉમટી પડ્યા લોકો; જુઓ VIDEO

Crystal Shivling Caught In Fishermen : દરિયો પોતાની અંદર ઘણા બધા રહસ્યો છુપાવીને બેઠો છે અને દરિયામાંથી ઘણીવાર એવી એવી વસ્તુઓ મળતી હોય છે જેને જોઈને લોકો પણ દંગ રહી જાય. આવા ઘણા વીડિયો પણ તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોયા હશે, ત્યારે હાલ આવો જ એક ચમત્કાર ભરૂચ જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં દરિયાની અંદરથી એક વિશાળ શિવલિંગ મળી આવતા જ આસપાસના લોકો જોવા માટે દોડી આવ્યા હતા, જેનો વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે.

દરિયામાંથી મળ્યું શિવલિંગ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના કાવી ગામમાં માછીમારો માછલી પકડવા માટે દરિયામાં ગયા હતા,  ત્યારે તમેની જાળમાં આશરે અઢી ફૂટ ઊંચાઈ અને 100 કિલો જેટલું વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ મળી આવતા જ આશ્ચર્ય ફેલાયું હતું, આ શિવલિંગ ઘણું વજનદાર હોવાના કારણે માછીમારો ભારે જહેમત ઉઠાવીને શિવલિંગ પોતાની બોટમાં મૂકીને કાવીના દરિયા કિનારે લઈને આવ્યા હતા.

દર્શન માટે દોડી આવ્યા લોકો :

આ શિવલિંગ મળ્યું હોવાની ખબર વાયુવેગે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતા મોટી સંખ્યામાં ગ્રામજનો દોડીને શિવલિંગ જોવા માટે આવી પહોંચ્યા હતા. આ ઘટનાને લઈને સ્થાનિકોએ જણાવ્યું હતું કે માછીમારીનો વ્યવસાય કરતા કાળીદાસ વાઘેલા, મંગળ કાળીદાસ ફકીરા સહિત અન્ય 12 જેટલા માછીમારો છગનભાઈ વાઘેલાની બોટ લઈને દરિયામા ધનકા તીર્થ પાસે અગાઉ માછલી પકડવા માટે તેમણે બાંધેલી જાળમાંથી મચ્છી કાઢવા માટે ગયા હતા. આ સમયે તેમની જાળમાં શિવલિંગ આકારનું કંઈક ફસાઈ ગયું હતું.

100 કિલો જેટલું વજન :

જેના બાદ માછીમારોએ તેને ઊંચકવાનો પ્યાસ કર્યો પરંતુ તે ઘણું જ વજનદાર હોવાના કારણે ઊંચકાતું નહોતું, જેથી તેમને અન્ય બોટના માછીમારોની મદદ લઈને 10થી 12 લોકોએ ભેગા મળીને શિવલિંગ ઊંચકી બોટમાં ચઢાવીને કિન્નર પર લાવ્યા હતા. આ શિવલિંગને કિનારે લાવ્યા બાદ સાફ કરીને જોતા તે સ્ફટિકનું હોવાનું સામે આવ્યું, આ ઉપરાંત તેમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીના શેષનાગ હોવાનું પણ સામે આવ્યું. જેના બાદ તેની જાણ કાવીના PSI વૈશાલી આહીરને કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel