કાગડો બન્યો ચોર, 500 રૂપિયાની નોટ લઇને ઉડ્યો…નોટ પાછી લેવા માટે મહિલા આપી રિશ્વત- જુઓ વીડિયો

500 રૂપિયાની નોટ લઇને ભાગ્યો કાગડો, મહિલાએ પાછી લેવા આપી તરબૂચની લાલચ, ના માન્યો તો અપનાવી આ ટ્રિક

ઈન્ટરનેટ પર કાગડાનો એક ઈન્ટેલિજન્ટ વીડિયો સોશિયલ મીડિયા યુઝરનું ધ્યાન ખેંચી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં એક મહિલા લાકડાના લોગ પર 500 રૂપિયાની નોટ મૂકતી જોવા મળે છે અને જ્યારે તે કોઈ કામ માટે બીજી તરફ વળે છે, ત્યારે એક કાગડો નોટને તેની ચાંચમાં પકડીને ઉડી જાય છે. આ પછી જે થાય છે તે જોઈને નેટીઝન્સ વીડિયો પર ખૂબ જ ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

આ વીડિયો સાથે લખ્યું છે- મારા કાગડાએ કહ્યું- મને 500 રૂપિયા મળ્યા છે, ચાલો શોપિંગ કરીએ. આ વાયરલ ક્લિપમાં કાગડો 500 રૂપિયાની નોટ ઉપાડતો જોઈ શકાય છે. જ્યારે મહિલા તેની પાછળ દોડે છે ત્યારે તે ઉડીને એક ઉંચી જગ્યા પર બેસી જાય છે. આ પછી મહિલા નોટ પાછી લેવા માટે કાગડાને તરબૂચનો ટુકડો આપે છે અને આશા રાખે છે કે તે આ પછી નોટ છોડી દેશે.

જો કે તેની આ યુક્તિ કામ કરતી નથી. આ પછી તે કાગડાને દ્રાક્ષ આપે છે, અને કાગડો ધીમે રહી નોટ નીચે મૂકે છે ત્યારે મહિલા 500 રૂપિયાની નોટ લઇ છે. વીડિયોમાં કાગડાએ ફળ ખાવામાં જે બુદ્ધિ બતાવી તેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ કાગડાના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 6.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને સતત યુઝર આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તે બુદ્ધિશાળી છે. બીજાએ કહ્યું- તે એક અદ્ભુત કાગડો છે !

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું – કાગડાને ખબર નહોતી કે એક કિલો મટન 500 રૂપિયામાં ખરીદી શકાય છે. જણાવી દઇએ કે, વીડિયોમાં જે મહિલા દેખાય છે તેનું નામ રજની છે, અને તે રખડતા પ્રાણીઓને બચાવવાનું કામ કરે છે. આ કાગડો તેનો પાલતુ છે. તેની પાસે ગાય, કૂતરા, બિલાડી જેવા ઘણા પ્રાણીઓ છે, જેની તે સંભાળ રાખે છે. થોડા સમય પહેલા તેણે એક ગરુડને બચાવ્યો હતો, જે ગંભીર રીતે ઘાયલ હતો. બાદમાં તેને વન વિભાગને સોંપી દીધો હતો.

Shah Jina