કિનારે ઉભા રહીને ભગતે પાડી “શીતલ”ના નામની બૂમો, પાણીમાંથી સળસળાટ આવી ગયો મગર, ભગતે ગાંઠિયા અને સેવ મમરા ખવડાવ્યા, જુઓ વીડિયો
Crocodile Comes To Eat The Nuts : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે ઘણીવાર પ્રાણીઓના વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે. આવા વીડિયોમાં ઘણીવાર રૂંવાડા ઉભા કરી દેનારી ઘટનાઓ પણ જોવા મળે છે. હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ મગરને ગાંઠિયા ખવડાવી રહ્યો છે.
મગરને ગાંઠિયા ખવડાવ્યા :
આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો રસ્તાની અંદર ગાય કે કુતરાઓને બોલાવીને રોટલી , બિસ્કિટ કે કોઈ અન્ય ખાવાનું અપાતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે પાણીના રાજ કહેવાતા મગરને કોઈ બોલાવીને ખાવાનું આપે ? ત્યારે હાલ આવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ મગરને પાણીમાંથી તેના નામ સાથે બોલાવે છે અને તેને ગાંઠિયા ખવડાવે છે. એટલું જ નહિ તે વક્તિ મગરના માથા પર હાથ ફેરવીને જય ખોડિયાર પણ કહે છે. આ વીડિયો હાલ ખુબ જ ચર્ચામાં છે.
શીતલની બૂમ પાડતા જ આવી ગયો મગર :
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જીવા ભગત નામના એક વ્યક્તિ ગીર સોમનાથના વેરાવળ નજીક આવેલા સવની ગામ નજીક ખોડિયાર મંદિરના ગાગડિયા ઘૂનો(ધોધ) પાસે જાય છે, તેમની સાથે એક નાનું બાળક, એક યુવક અને એક મહિલા પણ છે. મહિલા આ દરમિયાન પોતાના ફોનથી વીડિયો બનાવી રહી છે. જીવા ભગત ધોધ પર ઉભા રહીને “શીતલ શીતલ” નામની બૂમ પાડે છે, એવું લાગે છે કે તે કોઈને બોલાવી રહ્યા છે.
વાયરલ થયો વીડિયો :
પરંતુ ત્યારે જ સૌના આશ્ચર્ય વચ્ચે એક મગર પાણીમાં તાણીને તેમના તરફ આવે છે. મગરનું નામ તેમને શીતલ રાખ્યું છે. જીવા ભગત જ્યાં ઉભા છે ત્યાં મગરના આવતા જ તે તેને ગાંઠિયા અને સેવ મમરા ખાવા માટે આપે છે અને મગર પણ તેને ખાય છે. જીવા ભગત મગરને ખવડાવ્યા બાદ તેના માથા પર હાથ પણ ફેરવે છે અને પછી તે પાણીમાં ચાલી જાય છે. ત્યારે આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને જેને પણ જોયો તેના હોશ ઉડી ગયા.