સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ મંગેતર રિની સાથે આજે કરશે લગ્ન, આ રિસોર્ટમાં વાગશે લગ્નની શરણાઇ, જુઓ તસવીરો

સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ ઉનડકટ આજે રાત્રે મંગેતર અને ગુજરાત હાઇકોર્ટના વકીલ રિની કંટારિયા સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કરશે. ટીમ સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનાર જયદેવ આજે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે.

જો કે, સોશિયલ મીડિયા પર આ વાતની કોઇ જાણકારી આપવામાં આવી નથી. ટીમ ચેમ્પિયન બન્યાના 2 દિવસ બાદ તેણે સગાઇ કરી હતી અને આજે અમદાવાદના રિસોર્ટમાં મર્યાદિત લોકોની હાજરીમાં ફેરા ફરશે.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને લગ્નમાં મર્યાદિત મહેમાનોને આમંત્રિત કરાયા છે. લગ્ન પૂર્ણ થયા બાદ જયદેવ વિજય હઝારે ટ્રોફીની તૈયારીઓમાં લાગશે અને ત્યાર બાદ તે IPL માટે સજ્જ બનશે.

 

View this post on Instagram

 

A post shared by Jaydev Unadkat (@jd_unadkat)

ઉલ્લેખનીય છે કે, કપલે આ ફંકશન પ્રાઇવેટ રાખ્યુ હતુ, જેમાં નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓએ સંગીત સેરેમનીની તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jaydev Unadkat (@jd_unadkat)


15 માર્ચે કરી હતી સગાઈ, સૌરાષ્ટ્ર ટીમ રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલમાં પાંચમા દિવસે રાજકોટ ખાતે પ્રથમ ઇનિંગ્સમાં લીડના આધારે ચેમ્પિયન બન્યું હતું.રિનિ ગુજરાત હાઈકોર્ટના વકીલ તરીકે કાર્ય કરે છે. લગ્ન પૂર્ણ થયા બાદ જયદેવ વિજય હઝારે ટ્રોફીની તૈયારીમાં લાગી જશે અને ત્યારપછી તે આઈપીએલ માટે સજ્જ બનશે.

Shah Jina