એક ટ્રેનના દરવાજે લટકીને બીજી ટ્રેનમાં દરવાજા પાસે બેઠેલા લોકોને આ ભાઈ પટ્ટાથી માર મારવા લાગ્યો, વીડિયો જોઈને ભડક્યા યુઝર્સ, જુઓ વીડિયો

ટ્રેનમાં પેસેન્જર કરી રહ્યો હતો એવી હરકત કે કોઈનો જીવ પણ જતો રહેતો, વીડિયો જોઈને તમને પણ આવી જશે ગુસ્સો

Passenger assaulted with belt in train : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક વીડિયોમાં કેટલીક હેરાન કરી દેનારી ઘટનાઓ પણ વાયરલ થતી હોય છે, ત્યારે ટ્રેનની અંદર પણ ઘણી  બધી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં દરવાજા પાસે ઉભેલો એક વ્યક્તિ સામે આવતી બીજી ટ્રેનમાં દરવાજે બેઠલા મુસાફરોને પટ્ટાથી મારતો જોવા મળી રહ્યો છે. મુસાફરોને બેલ્ટ વડે બેરહેમીથી મારવામાં આવતા વીડિયોએ લોકોને વિચારતા કરી દીધા. આઘાતજનક ફૂટેજથી લોકોમાં ચિંતા વધી છે કારણ કે ટ્રેનના દરવાજા પાસે મુસાફરોને બેલ્ટ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની જાણ ન હતી.

આ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે બિહારના છપરા વિસ્તારમાંથી. વીડિયોમાં પેસેન્જર ટ્રેનમાં સવાર એક વ્યક્તિ વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી ટ્રેનમાં લોકો પર હુમલો કરતો દેખાઈ રહ્યો છે. આ ક્લિપ, @I_DEV_1993 નામના યુઝર્સ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે, જે ટ્રેનના દરવાજા પર બેઠેલા લોકોની સુરક્ષા અંગે ચિંતા ઉભી કરે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો પણ કોમેન્ટ કરવા માટે મજબુર બન્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે આ રીતે બેલ્ટ મારવાથી સામેની વ્યક્તિ ટ્રેનમાંથી નીચે પણ પડી શકે છે. તો ઘણા યુઝર્સનું કહેવું છે કે દરવાજા પર બેસવું એ ખોટું છે પરંતુ આ રીતે અચાનક થયેલા હુમલાના કારણે જાનહાની થઇ શકે છે.

Niraj Patel