પોતાનું ઘર સમજીને મહિલાના કાનમાં ઘુસી ગયો કરચલો, ક્યાંક આવું તમારી સાથે પણ ના બની જાય, જુઓ વીડિયો

ઘણીવાર ચોમાસાના સમયમાં કાનની અંદર જીવડું ચાલ્યા જવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને તેને દૂર કરવા માટે આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ, કેટલીકવાર તો એવું પણ બને છે કે આપણે ડોક્ટરનો સહારો લેવો પડે છે, પરંતુ વિચારો જરા કે તમારા કાનની અંદર કરચલો ચાલ્યો જાય તો ? સાંભળીને જ રૂંવાડા ઉભા થઇ ગયા ને ? પરંતુ હકીકતમા આવી ઘટના બની છે એક છોકરીના કાનમાં એક જીવતો કરચલો પ્રવેશ્યો હતો. છોકરી મુશ્કેલીમાં હતી, યાતનામાં હતી અને જ્યાં સુધી આ કરચલો બહાર ના નીકળ્યો ત્યાં સુધી તેને શાંતિ ના થઇ.

નવાઈની વાત એ પણ છે કે કરચલો કાનમાંથી બહાર આવ્યા બાદ પણ જીવતો હતો અને જમીન પર પડ્યા બાદ તરત જ જીવ બચાવીને ભાગી ગયો હતો. હકીકતમાં કંઈક એવું બન્યું કે દરિયામાં તરવા ગયેલી મહિલાના કાનમાં અચાનક એક કરચલો ઘૂસી ગયો. સદનસીબે, કરચલાનું કદ નાનું હતું, પરંતુ તેણે મહિલાના કાનમાં જઈને તેને ત્રાસ આપ્યો. જો કે, આ ઘટના એવો પણ પાઠ આપે છે કે દરિયામાં સ્નાન કરવું જોખમથી મુક્ત નથી. જો તમે સ્નાન કરી રહ્યા છો, તો ખૂબ કાળજી રાખો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક મહિલાના કાનમાં એક કરચલો પોતાનું ઘર સમજીને ઘુસી જાય છે. સ્ત્રી પીડાથી રડી રહી હતી. જોકે કરચલાનું કદ નાનું હતું અને તેનાથી કાનને વધુ નુકસાન થયું ન હતું. કાનમાં કરચલાના ડંખ અને નુકસાનને કારણે મહિલા બહેરી પણ થઈ શકી હોત. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર શેર કરવામાં આવ્યો છે.

આ વાયરલ વીડિયોની અંદર એક વ્યક્તિ ચીમટાની મદદથી મહિલાના કાનમાંથી કરચલો બહાર કાઢતો જોવા મળી રહ્યો છે. ઘણા જ પ્રયત્નો બાદ કાનમાંથી કરચલો જયારે બહાર આવે છે ત્યારે તેને જોઈને દરેક વ્યક્તિ હેરાન પણ રહી જાય છે. બહાર આવતા જ કરચલો જમીન ઉપર પડે છે અને ઝડપથી ભાગવા લાગે છે. વીડિયોમાં આપેલા કેપશન અનુસાર આ મામલો પ્યુર્ટો રિકોના સાન જુઆનનો છે.

Niraj Patel