ગીરના જંગલમાં ગાયને જખ્મી કરીને શિકાર કરવા માંગતો હતો સિંહ, પછી ગાયને આવ્યો ગુસ્સો કે સિંહોને પણ જીવ બચાવીને ભાગવું પડ્યું, જુઓ વીડિયો

ગાય માતાએ સિંહને ઉભી પુછડીએ ભગાડ્યો, વીડિયો જોઈને ચીસ નીકળી પડશે.. જુઓ

ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર એટલે સાવજોનો વિસ્તાર, સૌરાષ્ટ્રના ગીરમાં તમને ઘણા બધા સિંહ ખુલ્લેઆમ ફરતા જોવા મળી જશે. ઘણીવાર તો સિંહ જંગલમાંથી નીકળીને રસ્તા પર અને ઘણીવાર તો ગામમાં પણ આવી જતા જોવા મળે છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો ગીરના જંગલમાંથી સામે આવ્યો છે જેમાં સિંહોને ગાય ઉભી પુછડીએ ભગાડતી જોવા મળી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો ગીરની બોર્ડર પાસે આવેલા ઉના વિસ્તાર તરફનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ગાય માટીમાં બેઠી છે અને એક સિંહે તેને ખરાબ રીતે ઘાયલ કરી દીધી છે, તેની પીઠ પરથી માંસ બહાર કાઢ્યું છે અને ગાયની સહનશક્તિ પણ હવે પુરી થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ ત્યારબાદ ગાય એવું કરે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સિંહ થોડે દૂર ઉભો છે અને બીજો ગાયની નજીક અને ગાયને બટકા ભરી રહ્યો છે, ત્યારે જ ગાયને ગુસ્સો આવે છે અને પછી મરવા કરતા લડવાનું વિચારીને સિંહનો પ્રતિકાર કરવા માટે ગાય ઉભી થાય છે, સિંહને પોતાના શીંગડાના જોરથી ગાય દૂર ભગાવે છે અને સિંહની પાછળ જ ભાગવા લાગે છે. દૂર ઉભેલા બીજા સિંહને પણ ગાય ભગાડતી જોવા મળે છે.

આ સમગ્ર ઘટનાને ત્યાં હાજર કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને પછી વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો હતો. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ચોંકાવી રહ્યો છે. વીડિયોમાં જણાવ્યા અનુસાર આ તે ગીર જંગલનો હોવાનું કહેવાય છે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ ગીરના જંગલમાંથી સાવજ સાથેની આવી ઘટના આ પહેલા પણ સામે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel