કોરોના વેક્સિન લગાવ્યા પહેલા અને બાદમાં કેટલા દિવસ સુધી શરાબ અને સિગરેટથી દૂર રહેવું જોઇએ ?

કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ રહી છે અને આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. કોરોનાથી બચવા માટે હવે એકમાત્ર ઉપાય જ વેક્સિન છે. સરકારના નિર્દેશ અનુસાર 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે. વેક્સિન બાદ હર્ડ ઈમ્યુનિટીનું લક્ષ્ય હાંસિલ કરી કોરોનાના ડેથ રેટને ઓછો કરવામાં આવી શકે છે.

વેક્સિનને લઇને ઘણા લોકોના મનમાં કેટલાક પ્રશ્ન હોય છે, આવી જ કેટલીક બાબતો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.  કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ કેેટલા  દિવસ સુધી શરાબ અને સિગરેટને હાથ ના લગાવવો જોઇએ તે વિશે આજે આપણે વાત કરવા જઇ રહ્યા છીએ.

હવે કેટલાક લોકોના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે શું વેક્સિન લગાવ્યા પહેલા અને બાદમાં શરાબ અને સિગરેટનું સેવન કરી શકાય અને જો કરી શકાય તો તે કેટલા દિવસ બાદ કરી શકાય.

આમ તો આ વસ્તુઓથી દૂર રહેવું જોઇએ, જો કોરોનાના ખતરાને જોઇએ તો, શરાબ તમારી ઇમ્યુનિટીને કમ કરે છે. સિગરેટ તમારા ફેફસાને નુકશાન પહોંચાડે છે. હવે વાત રહી વેક્સિન લગાવવાની તો વેક્સિન લગાવ્યાના 4 સપ્તાહ પહેલા શરાબ સિગરેટ છોડો તો સારુ રહે છે વેક્સિનના બીજા ડોઝ લગાવ્યાના 4 સપ્તાહ સુધી તેને શરૂ ન કરવી જોઇએ.

કેટલાક લોકોના મનમાં એ પ્રશ્ન પણ થતો હોય છે કે, શું તેમને કોરોના થયો છેે તો કયારે વેક્સિન લગાવી શકેે છે. તો તેના જવાબમાં ડોક્ટરે કહ્યુ કે, જે લોકોમાં કોરોનાના સિમમ્પ્ટમ છે તેમને ત્યાં સુધી વેક્સિન ના લગાવવી જોઇએ જયા સુધી તેમની બીમારી ઠીક ના થઇ જાય અને તેમનો આઇસોલેશનનો પીરિયડ ખત્મ ના થઇ જાય. જે લોકોમાં કોરોનાના લક્ષણો ના હોય તેેમને પણ ગાઇડલાઇન અનુસાર થોડા સમય બાદ વેક્સિન લગાવવી જોઇએ.

જેનામાં કોરોનાના લક્ષણો નથી એટલે  કે પહેલાથી જે અસિમ્પ્ટોમેટિક છે એવા દર્દીઓએ 10 દિવસ ક્વોરેન્ટાઇન બાદ વેક્સિન લઇ શકાય છે. જો તમે વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને બીજા ડોઝ લીધા પહેલા જ તમને કોરોના થઇ જાય તો આવા સમયે બીજો ડોઝ લેવો જોઇએ કે નહિ, તો કોરોનાથી ઠીક થયા બાદ તમે બીજો ડોઝ લઇ શકો છો.

વેકિસન લગાવ્યા બાદ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે 2-3 દિવસ સુધી આરામ કરો, કેટલાક લોકો ને વેક્સિનના તરત બાદ તો કેટલાક લોકોને 24 કલાક બાદ સાઇડ ઇફેક્ટ મહેસૂસ થાય છે. આ જ કારણે વેક્સિન લીધા બાદ ઓછામાં ઓછા 2-3 દિવસ સુધી સ્વાસ્થ્યનું ઘણુ ધ્યાન રાખો.

Shah Jina