ખબર

મોટો ધડાકો: ભારતમાં કોરોના દર્દી 2 લાખ ને પાર, સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા સૌથી સારા સમાચાર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ વાયરસનાના કેસો રોજ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેપ્યૂટી સેક્રેટરી લવ અગ્રવાલે હમણાં જ માહિતી આપી કે કોવિડના સંક્રમણના કેસના મામલામાં દેશ ભલે 7 માં નંબરે છે, જોકે આ વિશ્લેષણ સાચુ નથી, અન્ય દેશોની તુલનામાં ભારતની વસ્તી વધારે છે.

Image Source

લવ અગ્રવાલે કહ્યું કે ભારતનો રિકવરી રેટ સારો થઇ રહ્યો છે, ભારતનો મૃત્યુદર દુનિયાભરના દેશોની તુલનામાં ઓછો છે.

Image Source

તેઓેએ વધુમાં જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 95,527 લોકો કોરોના વાયરસની બીમારીથી સ્વસ્થ થયા છે અને દેશનો રિકવરી રેટ 48.07 ટકા થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હાલ સુધીમાં 95,527 લોકો કોવિડથી સાજા થઇ થયા છે. છેલ્લા 1 દિવસમાં 3708 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. આપણો સાજા થનારો રિકવરી રેટ 48.07% ટકા છે. 15 એપ્રિલના રોજ દેશમાં કોવિડનો રિકવરી દર 11.42 ટકા હતો. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાથી મૃત્યુ દર 2.82% છે. તે વિશ્વનો સૌથી નીચો મૃત્યુ દરમાંનો એક છે.

વધુમાં મળેલી માહિતી અનુસાર કોવિડના કારણે મોટી ઉંમરના લોકો મોટા પ્રમાણમાં રિકવર થઇ રહ્યા છે. આયુષ મંત્રાલય તરફથી સજેસ્ટ કરેલા ઇમ્યૂનિટી બૂસ્ટિંગ પર કામ કરવાની જરૂર છે. જે પણ હાઇ રિસ્ટવાળા લોકો છે.