ગુજરાતમાં અહીં બન્યું હાઇફાઈ ફેસિલિટીવાળું આઇસોલેટ સેન્ટર, સામાન્ય માણસો માટે સોસાયટીના ક્લબ હાઉસમાં તૈયાર કરાયુ આઇસોલેશન સેન્ટર

રાજકોટ અત્યારે કોરોનાના અત્યંત ભયાનક કાળમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, તો ઓક્સિજન અને ઈન્જેક્શન માટે દર્દીઓને આમ તેમ દોડાદોડ કરવી પડી રહી છે.

રાજકોટના સૌથી મોટા એવા 22 માળના બિલ્ડિંગ સિલ્વર હાઈટસ દ્વારા આજથી આઇસોલેટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સિલ્વર હાઈટસ બિલ્ડિંગમાં માથાથી લઈ પગ સુધીની બીમારીઓની સારવાર કરતાં 45થી વધુ ડોક્ટરો નિવાસ કરી રહ્યા છે. આ તબીબોની સેવા બિલ્ડિંગના 105 પરિવારોને મળી રહે તે માટે ક્લબ હાઉસમાં જ હાઇફાઈ ફેસિલિટીવાળું કોવિડ સેન્ટર ઉભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બિલ્ડર મુકેશભાઈએ જણાવ્યું કે, અત્યારે હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે કોરોનાગ્રસ્ત દર્દીએ આમ-તેમ જવું પડી રહ્યું છે. જેના કારણે ઘણો સમય વેડફાઈ જતો હોય છે. આ જ સ્થિતિને ધ્યાનમાં રાખી સિલ્વર હાઈટસના ગંભીર લક્ષણો ધરાવતાં કોઈ વ્યક્તિને બેડ ન મળે ત્યાં સુધી કોવિડ સેન્ટરમાં દાખલ કરીને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવશે.

અત્યારે હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાને કારણે કોરોનાગ્રસ્ત દર્દીએ આમ-તેમ જવું પડી રહ્યું છે, જેના કારણે ઘણો સમય વેડફાઈ જતો હોય છે. આ જ સ્થિતિને ધ્યાનમાં રાખીને સિલ્વર હાઈટસના ગંભીર લક્ષણો ધરાવતાં કોઈ વ્યક્તિને બેડ ન મળે ત્યાં સુધી કોવિડ સેન્ટરમાં દાખલ કરીને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવશે.

Shah Jina