કોરોનાથી ‘અંડરટેકર’નો ચાલ્યો ગયો જીવ…દિગ્ગજ ચેમ્પિયનનું કોરોનાને કારણે થયુ નિધન

હવે વર્ષ 2021 પૂરુ થવાનું છે અને હવે બસ ગણતરીના જ દિવસ છે અને હવે આપણે વર્ષ 2022માં પ્રવેશ કરવાના છીએ, આ વર્ષ મનોરંજન જગત અને સામાન્ય લોકો માટે ઘણુ ભારે રહ્યુ છે. ઘણા લોકોએ કોરોનામાં અને હ્રદયરોગના હુમલાને કારણે તેમજ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે, ત્યાં ઘણા એવા સ્ટાર્સ છે અથવા સેલિબ્રિટીઓ છે જેમનું પણ આ વર્ષે અવસાન થયુ છે. હજી આ વર્ષ પૂરુ નથી થયુ ત્યાં તો બીજા એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણ વખતના કિક બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન ફ્રેડરિક સિનિસ્ટ્રાનું 41 વર્ષની વયે અવસાન થયું છે. ફ્રેડરિક સિનિસ્ટ્રા અંડરટેકર તરીકે પણ જાણીતા હતા.

ફ્રેડરિક સિનિસ્ટ્રા કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા અને તેણે પોતાની જીદમાં નક્કી કર્યું કે તે પોતાની શારીરિક શક્તિથી કોરોનાને હરાવી દેશે. જો સમજીએ તો એક રીતે ફ્રેડરિક સિનિસ્ટ્રાએ કોરોનાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ફ્રેડરિક સિનિસ્ટ્રાએ આને કારણે રસી પણ લીધી ન હતી. ફ્રેડરિક સિનિસ્ટ્રા પહેલાથી જ કોરોના ગાઈડ લાઈન્સને બકવાસ ગણાવીને સ્વીકારવાનો ઈન્કાર કરતા હતા. ઘણા લોકોની જેમ, તે કોરોના વાયરસ અને રસી વિશે માનતા હતા કે તે વાસ્તવમાં એક છેતરપિંડી છે અને આવી અફવાઓની શારીરિક રીતે મજબૂત વ્યક્તિ પર કોઈ અસર થતી નથી.

ફ્રેડરિક સિનિસ્ટ્રા કહેતા કે તે પોતાની અંગત તાકાતથી તેને હરાવી દેશે. છેલ્લા બે વર્ષથી સતત કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરનાર આ સૌથી શક્તિશાળી વ્યક્તિ પર નવેમ્બર મહિનામાં કોરોનાનો શિકાર થયા હતા. કોરોના નિયમોના ઉલ્લંઘનને કારણે ફ્રેડરિક સિનિસ્ટ્રાની તબિયત દિવસેને દિવસે બગડતી રહી. અંતે જ્યારે તેની તબિયત વધુ બગડી ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. જ્યારે ફ્રેડરિક સિનિસ્ટ્રાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત એટલી ખરાબ હતી કે તેમને સીધા ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Shah Jina