હત્યારા ફેનિલે ગ્રીષ્માની હત્યા કર્યાનો વીડિયો કોર્ટમાં 5-10 વાર નહિ પરંતુ 35 વાર જોવામાં આવ્યો, વીડિયોમાં બંને વચ્ચે પ્રેમ જેવું…

કોર્ટે ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર જોયો, પ્રેમ જેવું કંઈ વીડિયોમાં જણાતું નથી, કુદરત ઇન્સાફ ઇચ્છતી હોય તેમ વીડિયો

આજે તા. 21 એપ્રિલના રોજ માસુમ ગ્રીષ્માના હત્યારાને દોષિત જાહેર કરવામાં આવ્યો, કોર્ટમાં હત્યાના 69 દિવસ બાદ તેને હત્યાનો અપરાધી માની દોષિત જાહેર કરાયો ત્યારે હવે તેને કોર્ટ સજા સંભળાવશે. 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની તેની જ સોસાયટીની બહાર ગળું કાપીને ફેનિલ ગોયાણી નામના યુવાને હત્યા કરી નાખી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કરવાની સાથે સાથે એ પણ નોંધવામાં આવ્યું હતું કે ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટની અંદર જોવામાં આવ્યો હતો અને કોર્ટે એમ પણ નોંધ્યું કે આ વીડિયોની અંદર બંને વચ્ચે પ્રેમ હોય તેવું જણાઈ રહ્યું નથી.

આજે સુરતની સેશન્સ કોર્ટમાં આરોપી ફેનિલને રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને દોષિત પણ માનવામાં આવ્યો. આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા પણ સત્ય પુરવાર થયા, તો તેને જે સમયે હત્યા કરી હતી તે ઘટના પણ મોબાઈલમાં કેદ થઇ હતી અને તે વીડિયો જોવો કોર્ટ માટે પણ સરળ નહોતું. હચમચાવી દેનારો આ વીડિયો ન્યાય માટે વારંવાર કોર્ટમાં જોવામાં આવ્યો. જેમાં આરોપી ફેનિલની માનસિકતા ખુબ જ ક્રૂર દેખાઈ રહી હતી.

બચાવપક્ષના વકીલ દ્વારા હત્યારા ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ વાત કરી હતી, ત્યારે કોર્ટે આ વિડિયોને જોઈને નોંધ્યું કે વ્યક્તિ ખોટું બોલી શકે છે પરંતુ પુરાવા નહીં, અને આ વીડિયોને જોતા બંને વચ્ચે પ્રેમ હોય તેવું સહેજ પણ પુરવાર નથી થતું. ગ્રીષ્માની હત્યાનો જેને વીડિયો ઉતાર્યો હતો તે પણ ગ્રીષ્મા કે ફેનિલને ઓળખતો ન હતો.

ત્યારે આ વીડિયોના સંદર્ભમાં કહી શકાય કે કુદરત પણ ન્યાય ઇચ્છતી હતી અને તેના કારણે જ વીડિયો અનાયાસે ઉતારી લેવામાં આવ્યો હશે. જે આ કેસની અંદર એક મહત્વનો પુરાવો બની રહ્યો છે. બચાવપક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા ફેનિલ અને ગ્રીષ્માની સાથે હોય તેવી તસવીરો પણ કોર્ટમાં રજૂ કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માત્ર તસવીરોથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તેમ માની શકાય નહિ.

Niraj Patel