આ કરોડપતિ દંપતી મોહમાયાનો ત્યાગ કરીને પોતાના દીકરા અને દીકરી સાથે સુરતમાં કરશે દીક્ષા ગ્રહણ

આપણે ઘણા એવા લોકો જોયા હશે જેમને સંસારમાંથી મોહ માયા ઉડી જતા તે આધ્યાત્મિકતા તરફ વળતા હોય છે અને દીક્ષા ગ્રહણ કરીને પોતાનું સમસ્ત જીવન પ્રભુ શરણે વિતાવવા લાગે છે. ત્યારે હાલ મુંબઈમાં મેટલના કરોડપતિ કારોબારી અને મૂળ સાંચોરના રહેવા વાળા સંઘવી પરિવારના ચાર સદસ્યો પણ દીક્ષા લઇ રહ્યા છે.

કરોડોની સંપતિનો ત્યાગ કરીને દંપતી અને તેમના બે બાળકો 29 નવેમ્બરના રોજ સુરતમાં દીક્ષા ગ્રહણ કરશે. આ પહેલા પરિવારના લોકો તેમના મૂળ નિવાસ સ્થાને આવ્યા હતા અને અહીંયા બે દિવસ સુધી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ પ્રકાશ ચન્દ્ર કાનુનગોએ જણાવ્યું કે સાંચોરના રહેવા વાળા 42 વર્ષીય મુકેશ સંઘવી ઘણા વર્ષોથી મુંબઈમાં રહે છે. દિવાળી ઉપર મુકેશ સંઘવીએ 41 વર્ષીય પત્ની શિખા, 18 વર્ષીય દીકરા યુગ સંઘવી અને 14 વર્ષીય દીકરી કિયોશા સાંચોર આવ્યા હતા.  મુકેશ કુમારે કરોડો રૂપિયાની સંપત્તિનો ત્યાગ કરીને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

તેમને જણાવ્યું કે 29 નવેમ્બરના રોજ સુરતમાં પરિવાર સાથે આચાર્ય પ્રવર યોગ તિલક સુરીશ્વરના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષાની જાહેરાત બાદ અહીંયા બે દિવસ વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વાજતે ગાજતે વર્ષીદાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આખો પરિવાર જૈન સંતોના સાનિધ્યમાં સાંસારિક જીવનનો ત્યાગ કરીને સંયમ પથનો અંગીકાર કરવા જઈ રહ્યા છે. મુકેશ સંઘવીનો મુંબઈમાં મેટલનો વ્યવસાય છે.

મુકેશના પિતા શાંતિલાલ સંઘવીએ સાંચોરના પ્રતાપુરામાં કરોડો રૂપિયામાં શ્રી પાર્શ્વશાંતિ ધામ તીર્થ, મ્યુઝિયમનું નિર્માણ કરાવ્યું છે. થોડા વર્ષો પહેલા સાંચોરથી ગુજરાતના પાલીતાણા સુધી 50 જૈન સાધુ-સાધ્વીઓ સાથે 800 યાત્રીઓનો સંઘ પગે ચાલીને આવ્યો હતો.

Niraj Patel