રોડ પર રોમાન્સનો વધુ એક વીડિયો વાયરલ, ચાલુ સ્પોર્ટ્સ બાઈક પર હેલ્મેટ પહેરીને યુવકે યુવતીને આગળના ભાગે બેસાડીને કર્યું એવું કે…. જુઓ વીડિયો

ખરેખર આજની પેઢી ભારતીય સંસ્કૃતિને શર્મસાર કરી રહી છે તેનું એક વધુ ઉદાહરણ, ચાલુ બાઈક પર રોમાન્સ, વીડિયો વાયરલ

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કેટલાક એવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને લાગે કે આપણી સંસ્કૃતિ લજવાઈ રહી છે, કોઈ સ્કૂટી પર ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર રોમાન્સ કરી રહ્યું છે તો કોઈ કારની સનરૂફ ખોલીને બહાર આવી રોમાન્સ કરે છે. તો કોઈ કપલ જાહેરમાં જ એવી અશ્લીલ હરકતો કરે છે જેના કારણે આજુબાજુ વાળાને પણ શરમથી નીચું જોવું પડતું હોય છે.

ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં છોકરો અને છોકરી સ્પોર્ટ્સ બાઈક પર બેઠા હોવાનું જોવા મળે છે. છોકરો બાઇક ચલાવી રહ્યો છે જ્યારે છોકરી તેની સામે મોઢું કરીને બેઠી છે. આ દરમિયાન બંનેએ હેલ્મેટ પહેર્યા છે. આ સાથે બંનેની પાછળ નાની બેગ પણ દેખાઈ રહી છે.

આ દરમિયાન અચાનક બાઇક ચલાવતી વખતે છોકરો તેનો હાથ હેન્ડલ પરથી ખેંચી લે છે અને પાછળની તરફ વળે છે. આ પછી તે ગુલાબનું ફૂલ કાઢે છે અને છોકરીને પકડીને પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કરે છે. આ પ્રસ્તાવ જોઈને છોકરી પણ તે ગુલાબને લઇ લે છે અને છોકરાને ફ્લાઈંગ કિસ પણ આપી રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન બાઇક રસ્તા પર ખૂબ જ ઝડપથી દોડતી જોવા મળે છે. જો સંતુલન સહેજ પણ બગડ્યું હોત તો બંને પડી ગયા હોત અને ઈજા થઈ હોત. ત્યારે આ કપલે આ દરમિયાન પોતાનો વીડિયો પણ બનાવ્યો, જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને લઈને અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel