ઘણીવાર કેટલાક યુવાઓ માટે પરિવારને કહ્યા વગર દૂર નીકળી જવું એ એડવેંચર જેવું હોય છે, પણ આ એડવેંચર ક્યારેક ક્યારેક ભારે પણ પડી શકે છે. વિભુ શર્મા અને સુપ્રિયા દુબે સાથે પણ આવું જ થયુ. બંને ઘરવાળાને કહ્યા વગર વેલેન્ટાઇન ડે મનાવવા ગોવા ગયા હતા. પરંતુ તે દિવસે જ સમુદ્રમાં ડૂબવાને કારણે તેમનું મોત થઇ ગયુ. રીપોર્ટ્સ અનુસાર, વિભુ અને સુપ્રિયા ઉત્તરપ્રદેશના રહેવાસી હતી.
સુપ્રિયા 26 વર્ષ અને વિભુ 27 વર્ષનો હતો. બંને કપલ હતા, તેઓ આ વખતે વેલેન્ટાઇન ડે મનાવવા માગતા હતા અને બંને છેલ્લા કેટલાક દિવસોથી ગોવામાં વેકેશન પણ મનાવી રહ્યા હતા, પણ તેમણે તેમની યાત્રા અને ટૂર પ્લાનને લઇને કોઇ જાણકારી ઘરવાળાને આપી નહોતી. રીપોર્ટ અનુસાર, પહેલાથી જ બનાવેલા પ્લાન અંતર્ગત બંને વેલેન્ટાઇન ડે એન્જોય કરવા માટે સાઉથ ગોવાના ફેમસ પાલોલેમ બીચ પર પહોંચ્યા હતા.
પણ ત્યાં મોજ મસ્તી એક ત્રાસદી બની ગઇ. સમુદ્ર કિનારે પાણીનો લુત્ફ ઉઠાવતા ઉઠાવતા તેઓ તેમાં એટલા અંદર જતા રહ્યા કે પાછા જ ન આવી શક્યા. બંનેનું ડૂબવાને કારણે મોત થઇ ગયુ. આ ઘટના બાદ 14 ફેબ્રુઆરીની સાંજે પોલિસને સૂચના મળી. પોલિસ તરત ટીમ સાથે સ્થળ પર પહોંચી અને લાઇફગાર્ડની મદદથી લાશને કિનારા પર લાવવામાં આવી. ત્યાંથી બંનેને કોંકણ સોશલ હેલ્થ સેંટર લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા.
તે બાદ પોલિસે લાશને પીએમ માટે મોકલી. કોંકણ પોલિસ અનુસાર, સુપ્રિયા અને વિભુ ઉત્તરપ્રદેશના રહેવાસી હતા, જે વેકેશન મનાવવા ગોવા આવ્યા હતા. સુપ્રિયા કામના સિલસિલામાં બેંગલુરુમાં રહી રહી હતી અને વિભુ દિલ્લીમાં રહેતો હતો. એવું કહેવામાં આવે છે કે બંને એકબીજાના સંબંધી હતા. વિભુ શર્મા પેશાથી એક બ્લોગર હતો.
પોલિસે ઘરવાળાને આ વિશે પૂછ્યુ તો ખબર પડી કે તેમને બંનેના ગોવામાં હોવાની કોઇ જાણકારી નહોતી. ત્યાં સ્થાનિક લોકોએ કહ્યુ કે, બંનેને 13 ફેબ્રુઆરીએ રાત્રે પાલોલેમ બીચ પર ફરતા જોવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, આ ઘટનાના બે દિવસ પહેલા એટલે કે 12 ફેબ્રુઆરીએ IIT રૂડકીના એક વિદ્યાર્થીની ગંગા નદીમાં ન્હાવા દરમિયાન ડૂબવાથી મોત થઇ હતી.