શામળાજી પાસે યુવક યુવતિએ જંગલમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઇને લટકી ગયા, બંનેના સંબંધો વિશે જાણીને ચોંકી જશો

જંગલમાં આત્મહત્યા કરનારા આ કપલના સંબંધો વિશે ખુલ્યું રાઝ…જાણો વિગત

હાલ સમગ્ર રાજયમાં આપઘાતના ઘણા ચકચારી કિસ્સા સામે આવે છે. કોઇ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવે છે તો કોઇ પ્રેમમાં નાસીપાસ થવાને કારણે સમય કરતા વહેલા જ મોતને વહાલુ કરી લેતા હોય છે. ત્યારે હાલ એક આપઘાતની જ ચકચારી ઘટના સામે આવી છે, જેમાં સગાઇ કરેલ યુવક યુવતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલિસને ઘટનાની જાણ થતા જ તેમણે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં શામળાજી નજીક ધુળેટાના જંગલમાં યુવક અને યુવતીના મૃતદેહો લટકતાં જોવા મળ્યા હતા અને ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. શામળાજી પોલિસે તે બંનેની લાશને નીચે ઉતારી પીએમ માટે ખસેડી હતી. તેમજ મૃતક યુવતિના પિતાની ફરિયાદને આધારે એડી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

તે બંનેના મોતનું કારણ જાણવા ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે અને પોલિસે અકસ્માતે મોતને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકનું નામ સંજયભાઇ રસિકભાઇ પાંડોર છે જયારે તે ધુળેટા ગામનો છે અને તેની સાથે જેની સગાઇ થઇ છે તે મૃતક યુવતિનું નામ સાનિયાબેન પોપટભઆઇ ડામોર છે, જે ઓડ ગામની છે. તે બંનેની લાશ ઝાડ પર દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી અને સમગ્ર પરિવાર સહિત વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Shah Jina