છેલ્લું બાય બાય: કોરોનાની સારવાર લેતા ગોંડલના યુવકનું થયુ મોત, મોત પહેલા સોશિયલ મીડિયામાં લાઈવ કરીને મિત્રોને કહ્યુ..

સમગ્ર દેશ સહિત ગુજરાત રાજયમાં કોરોના કાળ બનીને વરસી રહ્યો છે, તેવામાં કોરોનાની આ બીજી લહેરમાં ઘણા લોકોએ તેમનાા પરિવારના સભ્યોને ખોયા છે અને ઘણા લોકોનો તો આખો પરિવાર આ કોરોનાએ વિખેરી નાખ્યો છે. કેટલીક પત્નીઓએ તેમના પતિઓને ગુમાવ્યા છે ત્યારે હાલ એક કિસ્સો રાજકોટના ગોંડલમાંથી પ્રકાશમાં આવ્યો છે.

ગોંડલના દીપકભાઇ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તે બાદ તેઓની સારવાર ચાલી રહી હતી. ત્યારે હવે તેઓ આ કોરોના સામેની જંગ હારી ગયા છે. અમદાવાદમાં આ ગોંડલના યુવકની છેલ્લા 17 દિવસથી સારવાર ચાલી રહી હતી અને તેની બાઇપેપથી સારવાર થતી હતી. તેણે તેની મોતના ગણતરીના કલાકો પહેલા જ સોશિયલ મીડિયામાં લાઇવ કર્યુ હતુ.

દીપકભાઇ ગોંડલમાં એક રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને તેઓ થોડા સમય પહેલા જ અમદાવાદમાં આવ્યા અને કોરોનાનો ભોગ બન્યા હતા તેમજ તેમની સારવાર પણ અમદાવાદની હોસ્પિટલમાં જ ચાલતી હતી.


તેમણે મોત થયાના 2 દિવસ પહેલા તેમના મિત્રોને પણ ફોન કર્યો હતો અને તેમણે કહ્યુ કે, તેઓને મિત્રોની બહુ યાદ આવી રહી છે અને આ બાદ તેંમના મિત્રએ કહ્યુ હતુ કે, રવિવારે આવીને તે લઇ જશે, પરંતુ તે આવે તે પહેલા જ દીપકભાઇનું મોત થયુ હતુ.

Shah Jina