સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે વીડિયો વાયરલ, કહ્યું, “લઘુશંકામાં બ્રહ્મા અને ઇન્દ્ર તણાયા !” શું આ બધું સ્વામીઓને શોભે ?

સાધુનું પદ આપણા સમાજમાં ખુબ જ ઉચ્ચ માનવામાં આવે છે. સાધુના પ્રવચન, તેમના શબ્દોને ભક્તો અનુસરે છે અને એટલે જ તેમની પણ પૂજા કરતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બેફામ વાણી વિલાસના વીડિયો સતત વાયરલ થઇ રહ્યા છે, જેના લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ પ્રબોધ સ્વામી જૂથના એક વીડિયો દ્વારા શિવજીનું ઘોર અપમાન કરવામાં આવ્યું હતું, ત્યારે હવે વધુ એક વીડિયોમાં બ્રહ્મા અને ઇન્દ્રનું અપમાન થતું જોવા મળી રહ્યું છે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામી વ્યાસ પીઠ ઉપરથી બ્રમ્હાજી અને ઇન્દ્રનું અપમાન કરતા સાંભળી શકાય છે. તે કહે છે કે એકવાર બગદાલુ ઋષિ કચ્છના નારાયણ સરોવરની યાત્રાએ નીકળ્યા હતા અને. તેમની સાથે ચેલા પણ હતા. રસ્તામાં ઋષિને લઘુશંકા આવતાં તેમણે પોતાના કમંડળ અને ઝોળી ચેલાઓને આપી લઘુશંકા કરવા ગયા.

તેઓ આગળ જણાવે છે કે, જોકે, આશ્ચર્ય એવું થયું કે, બગદાલુ ઋષિ લઘુશંકા કરતા કરતા હસવા માંડ્યા અને કૂદકા મારવા લાગે છે. ચેલાને થયું કે ગુરુની 60 વર્ષે ડાગરી ઢૂસ થઈ ગઈ હશે. પરંતુ આવું ઘણીવાર ચાલ્યું. એક ચેલાએ પૂછ્યું, તમે આજે નવી લીલા કરી. ત્યારે ગુરુએ ચેલાને કહ્યું કે, તમને શંકા થશે. પરંતુ ગજબનું રહસ્ય હતું. મારા લઘુશંકામાં બ્રહ્મા તણાયા. એ જોઇને હું હસતો હતો.

સૃષ્ણસ્વરૂપ સ્વામીએ આગળ જણાવ્યું કે “ચેલાએ પૂછ્યું, એટલે? તો ગુરુજીએ જવાબ આપ્યો કે લઘુશંકામાં એક મકોડો તણાતો હતો. એ જોઇને હું હસતો હતો. એ બ્રહ્મા હતો. બગદાલુ ઋષિ ત્રિકાળ દ્રષ્ટીવાળા હતા. જે મકોડો હતો, એનો પૂર્વ જન્મ જોયો તો એ પૂર્વ જન્મમાં ઇન્દ્ર હતો. એટલે એને લઘુશંકામાં તણાતો જોઇ મને આશ્ચર્યું થયું કે, આ તો જો ઇન્દ્ર પદવી હતી. પણ આજે એ જ ઇન્દ્ર લઘુશંકામાં તણાયો.”

Niraj Patel