બહુચરાજી મંદિરમાં પોલીસકર્મી અલ્પીતા ચૌધરીએ બનાવેલો વીડિયો વાયરલ થતા જ મચી ગયો હોબાળો, અગાઉ પણ રહ્યા છે વિવાદોમાં

આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ ખુબ જ વધારે વધ્યું છે અને તેના દ્વારા જ લોકો પોતાની કળા અને પ્રતિભાવે બહાર લાવવા પણ માંગતા હોય છે. જેના માટેનું એક માધ્યમ ટિક્ટોક પણ અગાઉ હતું, પરંતુ ટિક્ટોક બેન થયા બાદ લોકો ઇન્સ્ટાગ્રામ રીલ તરફ વળ્યાં છે એન તેમાં પોતાના વીડિયો બનાવીને પોસ્ટ પણ કરતા હોય છે. પરંતુ ઘણા સરકારી કર્મચારીઓ પણ આવા સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાના કારણે ચર્ચામાં પણ આવતા હોય છે, અને તેમાં ઉપર વિવાદ પણ સર્જાતો હોય છે.

આવું જ હાલ પોલીસ કોન્સ્ટેબલ અલ્પીતા ચૌધરી સાથે બનેલું જોવા મળી રહ્યું છે. તેને બહુચરાજી મંદિરમાં વીડિયો બનાવ્યો જેના કારણે હોબાળો મચી ગયો અને તે વિવાદોમાં સપડાઈ ગઈ છે. અલ્પીતાએ ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી છે અને તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં છે. આ વીડિયોને તેને ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં પોસ્ટ કર્યા છે.

આ અગાઉ પણ અલ્પીતા ચૌધરી વિવાદોમાં સપડાઈ ચુકી છે. પરંતુ આ વિવાદોના કારણે જ અલ્પીતા ચૌધરીને મોટી ઓળખાણ પણ મળી ગઈ છે. સોશિયલ મીડિયામાં પણ તેનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે. આ પહેલા તેણે પોલીસ સ્ટેશનમાં બેસીને ટિકટોક વીડિયો બનાવ્યા હતા. આ માટે તેણીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી હતી.


વર્ષ 2016માં આરએલડીમાં ભરતી થયેલી અલ્પિતા ચૌધરીને 2018માં મહેસાણામાં પોસ્ટિંગ મળી હતી. અલ્પિતા સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા બાદ તેને અનેક ઓફરો મળી હતી. જે બાદમાં તેણી અનેક આલ્બમ અને ગીતમાં પણ નજરે પડી હતી.

આ વખતે અલ્પીતાએ મંદિર પરિસરમાં “યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત” ગીત પર વીડિયો બનાવ્યો હતો. જેને તેને તેન ઇન્સ્ટાગ્રામ રીલમાં પોસ્ટ કર્યો હતો, જેના કારણે તે ફરી વિવાદોમાં આવી ગઈ છે.

Niraj Patel