દેવી દેવતાઓનું અપમાન કરનારાઓની હવે ખેર નથી, અમદાવાદ પોલીસમાં જ નોંધાઈ 4 સંતો વિરુદ્ધ ફરિયાદ, ભગવાન વિરુદ્ધ કરી હતી ટિપ્પણી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં સાધુ સંતો દ્વારા જ ભગવાન શિવ, બ્રહ્મા, હનુમાનદાદા અને ઇન્દ્ર ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવતી જોવા મળે છે. જેને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલામાં સંતો દ્વારા માફી પણ માંગવામાં આવી રહી છે, પરંતુ હવે લોકો આ માફીથી ખુશ નથી અને અમદાવાદમાં જ 4 સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ મામલે બાવળાના વકીલ હિતેશ જાદવ દ્વારા અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ અરજી કરી અને રૂગનાથચરણ દાસજી સ્વામી, આનંદસાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ ચારેય સંતો દ્વારા હિન્દૂ દેવી દેવતાઓનું અપમાન કરતી ટિપ્પણી કરવામાં આવી હતી, જેના બાદ હિન્દૂ સમાજના લોકોની પણ લાગણી દુભાઈ હતી.

હાલમાં અક્ષરમુનિ સ્વામીનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં અક્ષરમુનિ સ્વામી હનુમાન દાદાને ભગવાન ના ગણવા વિશે જણાવતા જોવા મળ્યા હતા.  જેના બાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

થોડા દિવસ પહેલા જ સોખડા સ્વમિનારાયણ સંપ્રદાયના એક સંત આનંદ સાગરે ભગવાન શિવ ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો અને તેનો વિવાદ હજુ પણ શમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે હવે મામલે ફરિયાદ નોંધાયા બાદ આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.

Niraj Patel