સોશિયલ મીડિયામાં એક છત પરથી બીજી છત પર કૂદીને વાયરલ થઇ ગયેલા યુવકનું છાજલી પરથી પડી જવાના કારણે થયું મોત, જુઓ મોત પહેલાની 17 સેકેંડ… વાયરલ થયો વીડિયો

ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી વખતે કોલેજ સ્ટુડન્ટ છત પરથી પડ્યો, 17 સેકેંડના વીડિયોમાં કેદ થઇ મોત, હિમ્મત હોય જોવાની તો જ જોજો વીડિયો

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો રાતોરાત વાયરલ થઇ જતા હોય છે, તો બીજી તરફ આજના યુવાનો લાઈક, વ્યૂઝ અને ફોલોઅર્સ વધારવાની પણ હોડ જામી છે. જેના માટે થઈને કેટલાય લોકો એવા એવા જોખમી સ્ટન્ટ કરીને વીડિયો બનાવતા હોય છે જે તેમના માટે ઘણીવાર જીવલેણ પણ સાબિત થતા હોય છે. આવા સ્ટન્ટ કરવાના ચક્કરમાં કેટલાય લોકો મોતને ભેટ્યા છે તો કેટલાય ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે. છત્તીસગઢના બિલાસપુરમાં એક યુવક ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે કોલેજની ઇમારતની છત પર ચઢી ગયો અને અકસ્માતનો ભોગ બન્યો. યુવકના મોતનો રીલ વીડિયો નહીં પણ હકીકત બન્યો છે. આનો એક વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બિલાસપુર પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.

જાંજગીર-ચંપાનો આશુતોષ સાહુ શુક્રવારે તેના મિત્રો સાથે કોલેજ ગયો હતો. કોલેજમાં ક્લાસ પૂરો થયા બાદ બપોરે 3 થી 3:30 વાગ્યાની વચ્ચે આશુતોષ તેના મિત્રો સાથે કોલેજની બિલ્ડીંગની છત પર ચડી ગયો હતો. આ પછી, તેણે તેના મિત્રોને ઇન્સ્ટાગ્રામની રીલ્સ માટે એક વિડિઓ શૂટ કરવાનું કહ્યું અને બિલ્ડિંગની છત પરથી છાજલીમાં કૂદી ગયો. આ પછી યુવકે બીજી છાજલીમાં કૂદવાનું શરૂ કર્યું. આ દરમિયાન તે લપસી ગયો અને જમીન પર પડ્યો.

જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોત પહેલા એક વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આમાં આશુતોષ સાહુ તેના ચાર મિત્રો સાથે ઓરેન્જ ટી-શર્ટમાં જોવા મળે છે. તેમાંથી એક મિત્ર આશુતોષ સાહુનો વીડિયો બનાવી રહ્યો હતો. આ વીડિયો 17 સેકન્ડનો છે. આમાં આશુતોષ સૌથી પહેલા પોતાના મિત્રની મદદથી છત પરથી નીચે છાજલીમાં જાય છે.

મસ્તી કરતી વખતે તેના મિત્રો કહે છે કે તે તારા વજનથી તૂટી જશે નહીં. આ પછી, થોડી દૂર બીજી છાજલી હતી. આ બીજી છાજલીમાં કૂદતી વખતે તે લપસીને 20 ફૂટ નીચે પડી ગયો હતો. આ અકસ્માત દરમિયાન ત્યાં હાજર આશુતોષ સાહુના મિત્ર રોશન કશ્યપે અકસ્માત વિશે જણાવ્યું કે અમે બિલ્ડિંગની છત પર હતા. તેણે કહ્યું મારો વીડિયો બનાવો. હું આ છાજલીમાંથી બીજી છાજલીમાં કૂદી રહ્યો છું. કૂદવા જતા જ તેનો પગ નીચે સરકી ગયો.

પછી દોડતા દોડતા અમે નીચે ગયા અને તે આડો પડ્યો હતો. પછી એમ્બ્યુલન્સ બોલાવી અને કોલેજના શિક્ષકોને જણાવ્યું. સરકંદા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ફૈઝુલ શાહે આ ઘટના વિશે જણાવ્યું કે આ બિલાસપુરની સાયન્સ કોલેજની ઘટના છે. આ ઘટના બપોરે 3 થી 3:30 દરમિયાન બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે હાજર પરિવારના સભ્યો અને વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે.

Niraj Patel