કાજુ-પનીર સબ્જીમાં એવું કઈંક નીકળ્યું કે જોતા જ આંખોમાં અંધારા આવી ગયા, હોટલના મેનેજરે કર્યો વિચિત્ર ધડાકો

ઓનલાઇન ફૂડ મંગાવતા પહેલા 100 વાર વિચારજો ! કાજુ-પનીર સબ્જીમાં એવું કઈંક નીકળ્યું કે જોતા જ આંખોમાં અંધારા આવી ગયા, હોટલના મેનેજરે કર્યો વિચિત્ર ધડાકો

અવાર નવાર દેશભરમાંથી એવા એવા કિસ્સા સામે આવે છે કે જેને જોઇને આપણે પણ ચોંકી જઇએ. ઘણીવાર એવા કિસ્સા તમે સાંભળ્યા હશે કે તમે ઓનલાઇન ફૂડ મંગાવ્યુ હોય અને તે આવ્યા પછી જયારે તમે પાર્સલ જોયુ હોય ત્યારે તેમાંથી કોઇ જીવજંતુ નીકળ્યા હોય. ત્યારે હાલ આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઝોમેટો પર ઓર્ડર કરીને કાજુ પનીરનું શાક મંગાવ્યું હતું અને જયારે તે પાર્સલ ઘરે આવ્યુ ત્યારે તેમાં એક વંદો હતો. એક વ્યક્તિએ ઝોમેટો પર ટાંકી સ્ક્વેર સ્થિત સંતુષ્ટિ હોટલમાંથી કાજુ પનીર મંગાવ્યું હતું.

જ્યારે તેમાં વંદો નીકળ્યો તો તેણે હોટલ મેનેજમેન્ટને ફરિયાદ કરી. પરંતુ હોટેલીયર્સે આ માટે ઝોમેટોને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે Zomatoના ઓર્ડર પર અમે કાજુ પનીર કરી મોકલી હતી. પરંતુ રસ્તામાં કંઈક ખોટું થયું. આ વ્યક્તિએ વંદાની સાથે કાજુ પનીરની ક્વોન્ટીટી ઓછી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. પ્રદીપ ગોયલે જણાવ્યું કે બુધવારે રાત્રે તેણે ઝોમેટો પર કાજુ ચીઝ કરી અને રોટલીનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ડિલિવરી બોય પાર્સલની ડિલિવરી કરવા ગયો અને તેને ખોલ્યું તો કાજુ પનીરની કરીમાં વંદો દેખાયો હતો અને આ સાથે જ શાકનું પ્રમાણ પણ ખૂબ ઓછું હતું.

જ્યારે પ્રદીપે ડિલિવરી બોયનો સંપર્ક કર્યો તો ત્યાંથી કોઈ જવાબ મળ્યો ન હતો. તેણે Zomatoમાં ઓનલાઈન ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ થઈ શક્યું નહીં. આ પછી પ્રદીપ હોટલ તૃપ્તિમાં આવ્યો અને શાકમાં વંદો બતાવ્યો. પરંતુ હોટેલ મેનેજર સુશાંત સિંહે પણ જવાબદારી Zomato પર નાખી દીધી. હોટેલ મેનેજરને પણ ખબર નથી કે ઝોમેટોમાંથી ડિલિવરી કોણે લીધી. જણાવી દઇએ કે, મધ્યપ્રદેશના શાજાપુરમાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Shah Jina